Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ પ્રશમના સારવાળું સુખ છે. બોધ આત્મસાત્ થવાથી અહીં પ્રવૃત્તિ માટે બીજા શાસ્ત્રના આલંબનની આવશ્યકતા રહેતી નથી. ચિત્તની સ્વસ્થતા સ્વરૂપ સમાધિમય અનુષ્ઠાન આ દષ્ટિમાં હોય છે. અહીં આ દષ્ટિથી સંપન્ન યોગીના સાન્નિધ્યમાં હિંસકાદિ જીવોના વૈરાદિનો નાશ થાય છે. બીજાની ઉપર અનુગ્રહ કરનારા અને વિનેયો(શિષ્ય)ને વિશે ઔચિત્યને આચરનારા એવા આ યોગીઓની ક્રિયા ચોક્કસ જ ફળદાયિની હોય છે. આઠમી પરાષ્ટિમાં તો ચંદ્રની પ્રભા જેવો બોધ હોય છે. અહીં સદાને માટે સધ્યાન હોય છે. આ દષ્ટિમાં વિકલ્પથી રહિત મન હોવાથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. ચઢેલાને જેમ ચઢવાનું હોતું નથી તેમ અહીં પ્રતિક્રમણાદિનું અનુષ્ઠાન હોતું નથી. કારણ કે તત્સાધ્ય ફળ અહીં સિદ્ધ હોય છે. સામા જીવોની યોગ્યતા મુજબ પરોપકારને કરનારા આ યોગી જનોની ક્રિયા નિશ્ચિત વિના વિલંબે ફળને આપનારી હોય છે. આ રીતે સામાન્યથી આઠ સદ્દષ્ટિઓનું નિરૂપણ કર્યું. એમાંની પ્રથમ ચાર દષ્ટિઓમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. એ ચાર દષ્ટિઓના સુદીર્ઘકાળ પછી તેની પ્રાપ્તિ પાંચમી દષ્ટિમાં થાય છે. તેથી મિત્રાદિ ચાર દષ્ટિઓ યદ્યપિ સદ્દષ્ટિઓ નથી. પરંતુ તે સદ્દષ્ટિઓની કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરવા દ્વારા તે પ્રથમ ચારે દષ્ટિને સદ્દષ્ટિ જણાવી છે. આ આશયને ગર્ભિત રીતે આ શ્લોકના ચોથા પાદથી જણાવ્યો છે. એનો આશય એ છે કે ઈ(શેલડી) વગેરે જેવી અનુક્રમે મિત્રાદિ

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62