________________
आद्याश्चतस्रः सापायपाता मिथ्यादृशामिह । तत्त्वतो निरपायाश्च भिन्नग्रन्थेस्तथोत्तराः || २० -२८॥
“પહેલી ચાર દૃષ્ટિઓ મિથ્યાદષ્ટિઓને હોય છે. તે અપાયસહિત અને ચાલી જવાવાળી હોય છે. ત્યાર પછીની છેલ્લી ચાર દષ્ટિઓ તાત્ત્વિક રીતે અપાય વિનાની ભિન્નગ્રંથિક આત્માઓને હોય છે.’’-આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે મિત્રા તારા બલા અને દીપ્રા : આ ચાર દષ્ટિઓ આ જગતમાં મિથ્યાદષ્ટિઓને હોય છે. દુર્ગતિગમનમાં કારણભૂત કર્મના બળે તેમાં(દુર્ગતિગમનમાં) નિમિત્ત બનવાથી આ ચારેય દૃષ્ટિઓ અપાયવાળી(અપાયસહિત) છે અને કર્મની વિચિત્રતાના કારણે એ દૃષ્ટિઓ જતી રહેતી હોવાથી પાતસહિત હોય છે. આ ચારેય દૃષ્ટિઓ અવશ્ય પડવાના સ્વભાવવાળી જ હોય છે એવું નથી. કારણ કે ઉત્તર ચાર દૃષ્ટિઓમાં આ ચાર દષ્ટિઓ પરિણમનારી હોય છે. મિત્રાદિ દૃષ્ટિઓ અવશ્ય પતન પામનારી હોય તો તે સ્થિરાદિ દૃષ્ટિઓ રૂપે ક્યારેય નહીં થાય. તેથી મિત્રાદિ ચાર દષ્ટિઓ સપાત જ છે એવું નથી. ક્વચિત્ કર્મની વિચિત્રતાએ તે પતન પામનારી હોવાથી સપાત પણ છે.
સ્થિરા કાન્તા પ્રભા અને પરા દષ્ટિ તો જેમણે ગ્રંથિભેદ કર્યો છે એવા આત્માઓને જ હોય છે. તાત્ત્વિક રીતે(પરમાર્થથી) તે દૃષ્ટિઓ અપાયથી રહિત છે. સ્થિરાદષ્ટિને પ્રાપ્ત કર્યા પછી પણ શ્રેણિક મહારાજાદિને જે અપાય(નરગમનાદિ) પ્રાપ્ત થયા તે, સ્થિરાદિ દષ્ટિઓની પ્રાપ્તિના અભાવકાળમાં ઉપાત્ત અશુભ કર્મના સામર્થ્યના
૫૦