Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ કારણે થયા હતા. સ્થિરાદિ દષ્ટિના કારણે એ અપાય પ્રાપ્ત થયા ન હતા. આવા અપાયની વિદ્યમાનતામાં પણ તેમની સદ્દષ્ટિઓનો વિઘાત(નાશ) થયો ન હોવાથી વસ્તુતઃ એ અપાય અનપાય જ છે. વજના ચોખા ગમે તેટલા રાંધીએ તોય તેનો પાક થતો ન હોવાથી ત્યાં જેમ વસ્તુતઃ પાક હોવા છતાં પાક નથી. તેની જેમ અહીં પણ શારીરિક દુઃખ હોવા છતાં શ્રેણિક મહારાજાદિના આશયમાં કોઈ વિકૃતિ આવી ન હતી. અહીં આ રીતે અપાયસહિતત્વ હોવા છતાં નિરપાયત્વનું જે રીતે નિરૂપણ છે તેમાં યોગાચાર્યો જ પ્રમાણભૂત છે... ઈત્યાદિ વિચારવું જોઈએ. આ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક નં. ૧૯ થી જણાવ્યું છે કે“પહેલી ચાર દષ્ટિઓ સંભાવનાની અપેક્ષાએ પ્રતિપાતવાળી છે. તેવી છેલ્લી ચાર દષ્ટિઓ નથી. પ્રતિપાતને લઈને પહેલી આ ચાર દષ્ટિઓ જ અપાયવાળી છે. છેલ્લી ચાર દષ્ટિઓ પ્રતિપાતના કારણે અપાયવાળી નથી...” ઈત્યાદિ યોગદષ્ટિસમુચ્ચયથી સમજી લેવું જોઈએ. _૨૦-૨૮ાા. ઉપર જણાવ્યા મુજબ સ્થિરાદિ દષ્ટિએ પ્રતિપાતાદિથી રહિત છે તો ભવાંતરમાં ચારિત્રાદિ ફળનો અભાવ કેમ થાય છે ? કારણ કે કારણની વિદ્યમાનતામાં કાર્યનો અભાવ સત નથી. તેથી કાર્યના અભાવે તેના કારણભૂત દષ્ટિનો પણ અભાવ માનવો જોઈએ...આ શફાનું સમાધાન કરવા માટે જણાવાય છે

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62