________________
આશય એ છે કે દેવગતિનું કારણ ઔદયિકભાવવિશેષ છે. સરાગચારિત્રવાન આત્મામાં પ્રશસ્તરાગાદિસ્વરૂપ જે ભાવ છે તે ઔદયિકભાવના કારણે દેવગતિ પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનો ઔદયિકભાવ જ્યારે વિલીન થાય છે ત્યારે યોગીઓની યોગ પ્રવૃત્તિઓ શરૂ થાય છે. જાગતા માણસની અવિરતપણે થનારી પ્રવૃત્તિઓ જેવી એ પ્રવૃત્તિઓ છે. એવી પ્રવૃત્તિથી યોગીઓને વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિ થાય છે. રસ્તે જતા થાક લાગવાથી રાત્રે ઊંઘીને થાક-શ્રમ દૂર કરી સવારે પ્રયાણ કરનાર માણસને જેમ પોતાના ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ વિલંબ વિના થાય છે તેમ તેવા પ્રકારના કર્મસ્વરૂપ શ્રમના અભાવથી કે જે શ્રમને દૂર કરવા માટે નિદ્રાના જેવા સ્વભાવરૂપ છે, તેનાથી મોક્ષપ્રાપ્તિમાં વિલંબ થતો નથી. જે કાર્ય જેટલા કાળે થવાનું હોય તેટલા કાળે તે કાર્ય થાય તો તે વિના વિલંબે જ થયું છે-એ સમજી શકાય છે. કાર્યની ઉત્પત્તિમાં જે જે અવરોધ છે તે તે અવરોધને દૂર કરવાનું, કાર્યસિદ્ધિનું જ અ છે. તેથી તત્વયુક્ત વિલંબ વસ્તુતઃ વિલંબ નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ૨૦-૩૦
પહેલી ચાર દષ્ટિઓ મિથ્યાદષ્ટિઓને હોય છે-તે જણાવ્યું. હવે મિથ્યાત્વની કેવી અવસ્થામાં હોય છે-તે જણાવાય છે. કારણ કે મિથ્યાત્વની અવસ્થા તો અનાદિની
मिथ्यात्वे मन्दतां प्राप्ते, मित्राद्या अपि दृष्टयः ।
૫૩