Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतश्चरणस्योपजायते ॥२०-२९॥ પ્રયાણના ભડ્ડના અભાવ વડે રાત્રીએ ઊંઘવા જેવો ચારિત્રનો વિઘાત દિવ્યભવના કારણે થાય છે.'-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કોઈ એક માણસે કન્યકુબ્ધ વગેરે નગર તરફ અનવરતપણે પ્રયાણ કર્યું હોય ત્યારે રાત પડવાથી કોઈ સ્થાને ઊંધી જાય છે. છતાં એના પ્રયાણનો ભ થયો છે-એમ જેમ મનાતું નથી તેમ અહીં પણ રાત્રીના શયનની જેમ દેવભવના કારણે(અર્થાત્ તાદશ પ્રતિબંધકના કારણે) ચારિત્રનો વિઘાત થાય છે. દષ્ટાંતમાં જેમ રાત્રી વીત્યા પછી સવારે પ્રયાણ શરૂ થાય છે તેમ અહીં પણ દિવ્યભવ પૂરો થયા બાદ ચારિત્રનો યોગ થઈ જાય છે. આથી સમજી શકાશે કે દષ્ટિના અભાવે ચારિત્રનો અહીં વિઘાત નથી પરંતુ દિવ્યભવાદિના કારણે છે. તેથી દષ્ટિનો અપ્રતિપાત સડૂત જ છે. ૨૦-૨૯ ઉપર જણાવેલા દષ્ટાંતને પ્રસ્તુત અર્થમાં ઘટાવાય છે तादृश्यौदयिके भावे, विलीने योगिनां पुनः । जाग्रन्निरन्तरगतिप्राया योगप्रवृत्तयः ॥२०-३०॥ તેવા પ્રકારનો ઔદયિકભાવ વિલીન થયે છતે જાગતા માણસની નિરંતર ગતિ જેવી યોગની પ્રવૃત્તિઓ થાય છે.”-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62