Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ અભાવ, પ્રાણાયામ છે. વિષયના વિકારોની સાથે ઈન્દ્રિયોનું ન જોડાવું તે, પ્રત્યાહાર છે. મનની સ્થિરતા, ધારણા છે. ધ્યાન, ચિત્તની એક વિષયમાં એકાગ્રતા સ્વરૂપ છે અને ધ્યેયમાં લીનતા સ્વરૂપ સમાધિ છે. ક્રિયામાં પ્રવૃત્તિના અભાવની કારણ સ્વરૂપ શ્રાન્તતા, ખેદ છે. ક્રિયામાં સુખનો અભાવ, ઉદ્વેગ છે. પ્રવૃત્તિના વિષયથી અન્યત્ર ચિત્તનું જવું તે ક્ષેપ છે. ચિત્તની અપ્રશાન્તવાહિતા, ઉત્થાન છે. ભ્રમસ્વરૂપ ભ્રાન્તિ છે. પ્રવૃત્તિના વિષયથી બીજા વિષયમાં હર્ષ, અન્યમુદ્ છે. પ્રવૃત્તિનો ભ કે તેમાં પીડા, ર્ છે અને આસક્તિસ્વરૂપ આસ છે. તત્ત્વ પ્રત્યે અપ્રીતિનો અભાવ, અદ્રેષ છે. તત્ત્વ જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા છે. તત્ત્વશ્રવણની ઈચ્છા, શુશ્રુષા છે. તત્ત્વ સાંભળવા સ્વરૂપ શ્રવણ છે. તત્ત્વનો અવગમ, બોધ છે. તત્ત્વની સર્વિચારણાને મીમાંસા કહેવાય છે. તત્ત્વનો ભાવપૂર્વકનો નિશ્ચય પરિશુદ્ધ પ્રતિપત્તિ છે અને તત્ત્વવિષયક અનુષ્ઠાન સ્વરૂપ પ્રવૃત્તિ છે. આ આઠ પ્રકારે તત્ત્વની પ્રાપ્તિ થાય છે... ઈત્યાદિ યાદ રાખવું. ઉપર જણાવ્યા મુજબ એક યોગ(યોગાણું) એક દોષનો પરિહાર અને એક ગુણની પ્રાપ્તિ તે તે દષ્ટિમાં અનુક્રમે હોય છે. ર૦-૨શા. ઉપર જણાવ્યા મુજબ તે તે દષ્ટિ કોને હોય છે તે જણાવ્યું. હવે એમાં બે વિભાગને આશ્રયીને તેના આશ્રયાદિ જણાવાય છે

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62