Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ ધર્મમેઘસમાધિના અર્થની જેમ જ તે તે તંત્રપ્રસિદ્ધ શબ્દોનો અર્થ યથાયોગે(જે રીતે સખત થાય તે રીતે) વિચારવો જોઈએ. તે તે તંત્રપ્રસિદ્ધ તે તે શબ્દો(અસપ્રજ્ઞાતસમાધિને જણાવનારા તે તે શબ્દો)ને જણાવતાં યોગબિંદુમાં (શ્લો. નં. ૪૨૨) ફરમાવ્યું છે કે- ધર્મમેઘ અમૃતાત્મા ભવશત્રુ શિવોદય સત્ત્વાનંદ અને પર-આ શબ્દો અહીં અધ્યાત્માદિ યોગાર્ચમાં યોજવા જોઈએ. કારણ કે તે અર્થની સાથે તે તે શબ્દોનો અર્થ સફત થાય છે.' અસપ્રજ્ઞાતસમાધિની વૃત્તિસંક્ષયયોગસંગતતા જણાવીને તાદશ વૃત્તિસંક્ષયયોગનું ફળ જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધથી ફરમાવ્યું છે કે અધ્યાત્માદિ યોગના ફળભૂત આ વૃત્તિસંક્ષય નામના યોગથી સર્વ પ્રકારે પાપના વિષયમાં અકરણનિયમનું અનુમાન કરાય છે. કારણ કે આવા યોગી જનો નરકાદિ દુર્ગતિગમનની વૃત્તિની નિવૃત્તિવાળા હોવાથી તેઓને વિશે અનુમાન કરાય છે કે નરકાદિગમનની વૃત્તિના હેતુભૂત મહારંભ અને પરિગ્રહાદિને વિશે અકરણનિયમ તેમને છે. અન્યથા તાદશનિયમનો જે અભાવ હોત તો તે યોગીઓને પણ નરકાદિગમનની વૃત્તિ હોત. તેથી સ્પષ્ટ છે કે નરકાદિગમનની વૃત્તિની નિવૃત્તિ પાપકરણનિયમથી જ ઉપપન્ન છે. ૨૦-૨૧ નરકાદિગતિને આશ્રયીને વર્ણવેલા પાપાકરણનિયમનું દષ્ટાંતથી સમર્થન કરાય છે

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62