________________
ફળસ્વરૂપ બને છે. હેત્વકરણના નિયમના વિરહમાં ચોક્કસ જ ફળની(દુઃખાદિની) ઉત્પત્તિ થાય છે. યોગબિંદુ-(શ્લો.નં. ૪૨૩)માં એ વિષયમાં જણાવ્યું છે કે “નવમાદિ ગુણસ્થાનકે રહેલા ક્ષપકશ્રેણીગત મહામુનિઓ, શરીર અને મન સંબંધી ચેષ્ટા સ્વરૂપ વૃત્તિઓના બીજને, તે તે કર્મબંધની યોગ્યતાનો વિગમ થવાથી દેડકાની ભસ્મના ન્યાયે શુકલધ્યાનસ્વરૂપ દાવાનલથી બાળીને મોક્ષસ્વરૂપ કલ્યાણને પ્રાપ્ત કરે છે.” દેડકાની ભસ્મ થવાથી નિમિત્ત મળતાં તેમાંથી જેમ ફરી દેડકા પેદા થતા નથી તેમ આ મહામુનિઓને ફરી કર્મબંધ થતો નથી. ૨૦-૨૩
ઉપર જણાવ્યા મુજબ યોગ એક જ (સ્વ-પરદર્શનપ્રસિદ્ધ યોગ અભિન્ન જ) હોય તો ભેદ કેમ પડે ? અને જો બધા યોગમાં ભેદ હોય તો તેનો સમાવેશ કરવાનો પ્રયાસ શા માટે ? (અર્થી એ વ્યર્થ છે)-આ શઠ્ઠાનું સમાધાન કરાય છેयोगे जिनोक्तेऽप्येकस्मिन् दृष्टिभेदः प्रवर्तते । क्षयोपशमवैचित्र्यात्, समेघाद्योघदृष्टिवत् ॥२०-२४॥
શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો યોગ એક જ હોવા છતાં, મેઘસહિત રાત્રિ વગેરેને વિશે જેમ એક જ દશ્ય હોવા છતાં સામાન્યદષ્ટિમાં ભેદ વર્તાય છે તેમ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે દર્શનભેદ પ્રવર્તે છે.'-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞ એવા અરિહંત પરમાત્માએ દર્શાવેલો