Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ અસત્ શ્રદ્ધા કહેવાય છે. તેના વ્યવચ્છેદ માટે અહીં સત્ શ્રદ્ધાનું ઉપાદાન કર્યું છે, જે શાસ્ત્રાનુસારી વિચારણા સ્વરૂપ છે. પોતાના અભિપ્રાયથી જે વિચારાય છે તે સત્ શ્રદ્ધા સ્વરૂપ ન હોય એ સમજી શકાય છે. સત્ શ્રદ્ધાથી સંગત જે બોધ-અવગમ(સમજણ) છે-તેને દષ્ટિ કહેવાય છે. માત્ર જ્ઞાનને અહીં દષ્ટિ તરીકે વર્ણવવામાં આવતું નથી. જાણવું અને સમજવું : આ બંન્નેમાં જે ભેદ છે તેને સમજનારા જ્ઞાન અને બોધમાં જે ભેદ છે તેને સમજી શકે છે. બોધને દષ્ટિ તરીકે વર્ણવવાનું કારણ એ છે કે, બોધ; ઉત્તરોત્તર ગુણનું આધાર કરી સમ્પ્રવૃત્તિના સ્થાનને પ્રાપ્ત કરાવે છે. યોગદષ્ટિસમુચ્ચય' (શ્લો. નં. ૧૭)માં આ અંગે જણાવ્યું છે કે “અસપ્રવૃત્તિનો વ્યાઘાત(રોકવું તે) કરવા વડે સમ્પ્રવૃત્તિના સ્થાનને પ્રાપ્ત કરાવનારો શ્રદ્ધાથી સત એવો જે બોધ છે, તેને દષ્ટિ કહેવાય છે.” અહીં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને અસવૃત્તિ કહેવાય છે અને શાસ્ત્રથી અવિરુદ્ધ એવી પ્રવૃત્તિને સમ્પ્રવૃત્તિ કહેવાય છે. પ્રથમ ત્રણ ગુણસ્થાનક સુધી અવેદ્યસંવેદ્યપદાં વે(સંસારાદિના હેતુ)નું સંવેદન નથી તેવું હોય છે. તેનો પરિત્યાગ થવાથી ચોથા ગુણસ્થાનકે વેદ્યસંવેદ્યપદની પ્રામિ દષ્ટિથી થાય છે. પાંચમી વગેરે દષ્ટિઓ (૫ થી ૮) વેદસંવેદ્યપદસ્વરૂપ હોવાથી ત્યાંનો બોધ આવેદ્યસંવેદ્યપદનો પરિત્યાગ કરાવી વેદ્યસંવેદ્યપદને પ્રાપ્ત કરાવનાર બનતો નથી. તેથી તાદશ પદને સપ્રવૃત્તિપદ તરીકે વિવક્ષિત ક્યાં વિના પરમાર્થથી શૈલેશીપદને જ સમ્પ્રવૃત્તિપદ તરીકે વિવક્ષિત કર્યું છે. તેથી ૪૨

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62