Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ ग्रंथिभेदे यथाऽयं स्याद्, बन्धहेतुं परं प्रति । नरकादिगतिष्वेवे, ज्ञेयस्तद्धतुगोचरः ॥२०-२२॥ “ગ્રંથિભેદ થયે છતે મિથ્યાત્વના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને આશ્રયીને જેમ આ અકરણનિયમ જણાવાય છે તેમ નરકાદિગતિને આશ્રયીને તેના હેતુના વિષયમાં પણ આ અકરણનિયમ સમજવો જોઈએ.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ જેવો ગ્રંથિસ્વરૂપ આત્મપરિણામનો ભેદ થયે છતે મિથ્યાત્વમોહનીય કર્મનો સિત્તેર કોટાકોટી સાગરોપમનો સ્થિતિબંધ થતો નથી. કારણ કે ગ્રંથિભેદ થયે છતે મિથ્યાત્વમોહનીયમના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો હેતુભૂત અધ્યવસાય જ આત્માને આવતો નથી. તેથી કારણના અભાવે કાર્યનો અભાવ થાય છે. અહીં જેમ પાંપાકરણનો નિયમ સ્પષ્ટ છે, તેમ નરકાદિ ગતિની નિવૃત્તિમાં પણ નરકાદિગતિમાં જવા માટેના કારણભૂત પાપના અકરણનિયમને અવશ્ય માનવો જોઈએ. અન્યથા પાપ ચાલુ હોય તો તેના ફળસ્વરૂપે નરકાદિગતિમાં જવાનું થવાનું છે. તેની નિવૃત્તિ શક્ય નહીં જ બને. તેથી નરકાદિગતિમાં ગમનની નિવૃત્તિના અનુરોધથી નરકાદિ ગતિમાં ગમનના હેતુભૂત પાપના અકરણના નિયમનો સ્વીકાર કરવો આવશ્યક છે. ૨૦-૨રા. પાપાકરણનો નિયમ ન માનીએ તો જે દોષ આવે છે તે જણાવાય છે

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62