Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ નયના નિપુણો પણ આ વાતને જણાવતાં કહે છે કે “અગ્નિના ઉપયોગવાળો માણવક (નાનો છોકરો, તે નામનો માણસ) પણ અગ્નિ કહેવાય છે.'' શબ્દ (ઘટાદિ) અર્થ (ઘટાદિ) અને પ્રત્યય ઘટાદિજ્ઞાન) : આ ત્રણેય સમાન (એક) અભિધાન(સંજ્ઞા, નામ)વાળા છે. અર્થ અને જ્ઞાન : એ બેમાં એકરૂપતાત્મક પરિણામ થવાનો સંભવ નથી. કારણ કે ચેતનત્વ અને અચેતનત્વનો વિરોધ છે. એક અભિધાન હોવાથી એક શબ્દથી એ બંન્નેનો ઉલ્લેખ થવાથી એ બંન્ને એકરૂપ થાય એવો સંભવ નથી. આથી સમજી શકાશે કે વિષયની સમાપત્તિ ઉપયોગને લઈને છે. પરંતુ વિષયના સ્વરૂપની પ્રામિના કારણે નથી. આત્માની સમાપત્તિ તો પરમાત્મસ્વરૂપ દ્રવ્યના સહજ શુદ્ધ (સ્વભાવથી જ નિર્મળ) તાત્ત્વિક પરિણામ સ્વરૂપ છે. આત્માના સહજ શુદ્ધ પરિણામની પ્રાપ્તિ પરમાત્મસમાપત્તિથી થાય છે, જે ઔપચારિક નથી પરંતુ તાત્ત્વિક છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૨૦-૧૯ના * આત્માની તાત્ત્વિક સમાપત્તિનું જ સમર્થન કરાય છે अत एव च योऽर्हन्तं, स्वद्रव्यगुणपर्ययैः । वेदात्मानं स एव स्वं, वेदेत्युक्तं महर्षिभिः || २० - २०॥ “આથી જ જે પોતાના દ્રવ્ય, ગુણ અને પર્યાય(પર્યાય)થી શ્રી અરિહંતપરમાત્માને જાણે છે તે જ પોતાના આત્માને તત્ત્વથી જાણે છે-એ પ્રમાણે મહર્ષિઓએ કહ્યું ૩૧

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62