Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગ્યતાની દષ્ટિએ પરમાત્મા જ જીવાત્મા છે. તેમાં કોઈ ભેદ નથી. તેથી જ શ્રી તીર્થંકર પરમાત્માને; પોતાના સહજ શુદ્ધ આત્મદ્રવ્યરૂપે, કેવલજ્ઞાનાદિ ગુણો વડે અને સ્વભાવપરિણમનસ્વભાવ સ્વરૂપ પર્યાયોથી જે જાણે છે, તે જ પોતાના આત્માને તત્વથી(પરમાર્થથી) જાણે છે. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માના તેવા પ્રકારના દ્રવ્ય, ગુણ અને પર્યય(પર્યાય)થી થનારા જ્ઞાનથી તે સ્વરૂપે કરાતા ધ્યાન દ્વારા તેવા પ્રકારની પરમાત્મસમાપત્તિ પ્રાપ્ત થાય છે. મહર્ષિઓ દ્વારા આથી જ કહેવામાં આવ્યું છે કે જે દ્રવ્યત્વસ્વરૂપે, ગુણત્વસ્વરૂપે અને પર્યાયત્વસ્વરૂપે (પ્રકારે) શ્રી અરિહંત પરમાત્માને જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ(અજ્ઞાન) વિલય પામે છે.” મૂઢબુદ્ધિથી એવી શઠ્ઠા નહીં કરવી જોઈએ કે, “ના ના રહતે.” આ ગાથા દિગંબરકરૂંક(દિગંબરે બનાવેલી) હોવાથી તે ગાથાના કર્તાને મહર્ષિ તરીકે વર્ણવવાનું નિરવદ્ય નથી. કારણ કે શ્રીમદ્ હરિભદ્રસૂરિજીએ સત્ય અર્થનું કથન કરનારા વ્યાસ વગેરેને પણ મહર્ષિ ભગવાન ઈત્યાદિરૂપે વર્ણવ્યા છે. તેથી અહીં દિગંબરને તે સ્વરૂપે વર્ણવવામાં કોઈ દોષ નથી. ૨૦-૨ અધ્યાત્માદિ પાંચ યોગમાંથી; અસમ્પ્રજ્ઞાતયોગનો સમાવેશ જે યોગમાં થાય છે તે જણાવાય છે ૩૨

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62