Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ बाह्यात्मा चान्तरात्मा च, परमात्मेति च त्रयः । कायाधिष्ठायकध्येयाः, प्रसिद्धा योगवाङ्मये ॥२०-१७॥ “કાયસ્વરૂપ, તેના અધિષ્ઠાયકસ્વરૂપ અને ધ્યેયસ્વરૂપ; અનુષ્મ બાહાત્મા અંતરાત્મા અને પરમાત્મા : આ ત્રણ આત્મા યોગવષયમાં પ્રસિદ્ધ છે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય એવો છે. પોતાના આત્માની બુદ્ધિએ જ્યારે પોતાના શરીરમાં આત્માની પ્રતીતિ થાય છે, ત્યારે કાય-શરીર સ્વરૂપ બાહ્યાત્મા મનાય છે. પૂછોડરમ્ અને કૃશોષણમ્ ઈત્યાદિ પ્રતીતિ બાહ્યાત્માની છે. સ્થૂલત્વાદિ ધર્માશ્રયથી અભિન્ન એવા આત્માની અહીં પ્રતીતિ થાય છે. સ્કૂલત્વાદિ ધર્મો શરીરના છે અને તેનો સામ્ પદથી (આત્મવાચક પદથી) ઉલ્લેખ છે. આ રીતે શરીરસ્વરૂપ બાહ્યાત્માની પ્રસિદ્ધિ છે. કાયાની ચેષ્ટાને ઉત્પન્ન કરનાર પ્રયત્નનો જે આશ્રય છે; તે કાયામાં રહેલો અંતરાત્મા છે. હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર : તેને અનુકૂળ જે ક્રિયા છે તેને ચેષ્ટા કહેવાય છે. એ ચેષ્ટાસ્વરૂપ ક્લિાવિશેષનો જનક પ્રયત્ન છે. તાદશ પ્રયત્નનો આશ્રય જે છે તે અંતરાત્મા છે અને તે કાયામાં અધિષ્ઠિત છે. ધ્યેય અર્થાદ્ ધ્યાનના ભાવ્ય(ભાવવાયોગ્ય-વિષય)ભૂત આત્મા પરમાત્મા છે. બાહ્યાભાદિ ત્રણ આત્મા આ રીતે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સ્વરભેદપ્રતિયોગિત્વ, ધ્યાતૃત્વ અને ધ્યેયત્વ સ્વરૂપે ધ્યાન કરાતું હોવાથી તે

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62