Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ પ્રકારની સામગ્રીને લઈને પરિણામ પામે છે. માત્ર સ્વરૂપયોગ્યતા હોય એટલે તાદશ યોગ્યતામાત્રથી ફળની સિદ્ધિ થતી નથી. તેમાં તેવા પ્રકારની સામગ્રીની અપેક્ષા હોય છે. માટીમાં શક્તિને આશ્રયીને ઘટ સત્ છે. તેથી કુલાલ ચક ચીવરાદિ તથાવિધ સામગ્રીના કારણે માટી અંતરશક્તિથી ઘટસ્વરૂપે પરિણમે છે. એવી જ રીતે જીવાત્મા પણ તાદશ અંતરડશક્તિથી પરમાત્માની સાથેના અભેદધ્યાનાદિ સામગ્રીના કારણે પરમાત્મસ્વરૂપ બને છે. આપણું પરમાત્મસ્વરૂપ છે; એનો ખ્યાલ આવે, એની શ્રદ્ધા જાગે, એના તિરોધાનને કારણે આત્માને થનારા અહિતનું ભાન થાય અને તેથી એ પરમાત્મસ્વરૂપ પ્રગટાવવાની પ્રબળ ઈચ્છા વગેરે થાય ત્યારે પરમાત્માની સાથે અભેદધ્યાન ધરવાનો પ્રસ પ્રાપ્ત થાય. આ બધું ધારીએ છીએ એટલું સહેલું નથી. આપણે આપણું સર્વસ્વ ગુમાવ્યું છે-એવું જ્યારે લાગે ને, ત્યારે આ દિશામાં આપણી નજર મંડાશે. પરમાત્માની ભકિત આપણા આત્માને પરમાત્મા બનાવવા માટે છે-એ વીસરવું ના જોઈએ. આપણી સ્વરૂપ યોગ્યતા અને વર્તમાનનો આપણો પ્રયત્ન : આ બંન્નેનો મેળ જ ખાતો નથી. નિરંતર આપણી યોગ્યતાનો વિચાર કરી આપણે આપણા આત્માને પરમાત્મા બનાવવા પ્રયત્નશીલ બની રહીએ-એ એકમાત્ર આશયથી અહીં તાત્વિક સમાપત્તિનું નિરૂપણ છે. ૨૦-૧૬ની જીવાત્મામાં પરમાત્માની સમાપત્તિની ઉપપત્તિ (પ્રામિ) માટે ત્રણ આત્માનું સાન્નિધ્ય જણાવાય છે

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62