Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ યોગસૂત્રથી જાણી લેવું જોઈએ. ૨૦-૧ના ગ્રાહ્મસમાપત્તિના પ્રકાર જણાવાય છેसङ्कीर्णा सा च शब्दार्थज्ञानैरपि विकल्पतः । सवितर्का परैर्भेदैर्भवतीत्थं चतुर्विधा ॥२०-११॥ શબ્દ, અર્થ અને જ્ઞાનથી વિકલ્પને આશ્રયીને પણ સદ્દીર્ણસમાપત્તિને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. આ રીતે બીજા(આગળ વર્ણવવામાં આવશે તે) પ્રકારો સાથે આ સમાપત્તિ(ગ્રાહ્યસમાપત્તિ) ચાર પ્રકારની છે.” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શબ્દ અર્થ અને જ્ઞાનથી જે વિકલ્પ થાય છે, તેને લઈને પણ જે સમાપત્તિ સંકીર્ણ હોય છે, તેને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. યોગસૂત્રમાં પણ એ મુજબ જણાવ્યું છે કે શબ્દ અર્થ જ્ઞાન વિકલ્પથી સક્કીર્ણ એવી સમાપત્તિને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. તેમાં શ્રવણેન્દ્રિયથી જેનું ગ્રહણ થાય છે, તે શબ્દ છે; જે સર્વવિદિત છે. અથવા વર્ણ, પદ અને વાક્ય વગેરેથી અભિવ્યગ્ય એવો સ્ફોટસ્વરૂપ શબ્દ છે. તેના અભિવ્યગ્રક વર્ણાદિ છે. જાતિ, ગુણ, દ્રવ્ય વગેરે અર્થ છે. સત્ત્વપ્રધાન બુદ્ધિની વૃત્તિ સ્વરૂપ જ્ઞાન સાખ્યદર્શનમાં પ્રસિદ્ધ છે. સામાન્યથી જ્ઞાનનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. પરંતુ અહીં સાખ્યાભિમત સમાપત્તિનું નિરૂપણ ચાલતું હોવાથી તે દર્શનપ્રસિદ્ધ જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે. બુદ્ધિના સત્ત્વગુણની પ્રધાનતાએ બુદ્ધિની વિષયાકાર(યાકાર)

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62