Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ ચાર પ્રકારના ઉપર જણાવેલા સમાધિઓના વિષયનો વિભાગ જણાવાય છે गृहीतृग्रहणग्राह्यसमापत्तित्रयं किल । अत्र सास्मितसानन्दनिर्विचारान्तविश्रमम् ॥२०-९॥ અહીં ગ્રહીતૃગૃહીતુ), ગ્રહણ અને ગ્રાહ્ય સમાપત્તિ અનુક્રમે સાસ્મિત, સાનન્દ અને નિર્વિચાર સમાધિના અંતમાં વિશ્રાંત હોય છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય લગભગ આ પૂર્વે જ વર્ણવ્યો છે. સાસ્મિતસમાધિના અંતે પરમપુરુષને જાણીને વિવેકખ્યાતિ(પ્રકૃતિથી સર્વથા ભિન્ન પુરુષ છે... ઈત્યાદાકારક જ્ઞાન)થી યુક્ત એવી ભાવનામાં ગ્રહીતૃસમાપત્તિ વિરામ પામે છે, આનંદાનુગતસમાધિના અંતે ગ્રહણ સમાપત્તિ વિરામ પામે છે અને નિર્વિચારસમાધિના અંતે ગ્રાહ્યસમાપત્તિ વિશ્રાંત થાય છે. અર્થા ઉત્તરોત્તર સમાધિ વખતે તે તે (ગ્રાહ્યાદિ) સમાપત્તિ હોતી નથી. ૨૦-૯ો. સમાપત્તિનું સ્વરૂપ વર્ણવાય છેमणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तास्थ्यात्तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥२०-१०॥ “જાત્ય સ્ફટિકાદિરત્નની જેમ ક્ષીણ થયેલી છે વૃત્તિઓ જેની એવા ચિત્તની એકાગ્રતાના કારણે અને તન્મયતાના કારણે ભાવ્ય-વિષયની સાથે એકરૂપતા થવાથી સમાપત્તિ થાય છે.”-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62