Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ ગ્રહીતૃસમાપત્તિના વિષયની સૂક્ષ્મતા છે. સ્થૂલ વિષયોના પરિભાવન પછી ક્રમે કરીને સૂક્ષ્મ સૂક્ષ્મતરાદિ વિષયોનું પરિભાવન થતું હોય છે : એ વસ્તુ સમજી શકાય છે. પાંચ મહાભૂતો(પૃથ્વી પાણી... વગેરે), ગંધાદિ પાંચ તન્માત્રાઓ અને અહંકારાદિનું પરિભાવન સાનંદસમાધિમાં થયા પછી, સાસ્મિતસમાધિમાં પ્રતિલોમ(સ્કૂલથી સૂક્ષ્મમાં જવા સ્વરૂપ) પરિણામથી અહઙ્ગાર, પ્રકૃતિ અને અહહ્વારોપાધિક પુરુષનું પરિભાવન હોય છે. આ અવસ્થામાં જ્યારે સાધક તેમાં જ સંતોષ માની પ્રકૃતિમાં લીન બને છે; ત્યારે ચિત્ત પ્રકૃતિમાં લય પામે છે. આ વખતે નિરુપાધિક શુદ્ધ પુરુષનું પરિભાવન ન હોવાથી સાધક પરમપુરુષને જોતો નથી. તેથી આ અવસ્થામાં રહેલા સાધકને ‘પ્રકૃતિવ' કહેવાય છે. પરમપુરુષાદર્શી અવસ્થા હોવા છતાં અહીં સાધક; પરમપુરુષદર્શી અવસ્થાની ખૂબ જ પાસેની અવસ્થાનો અનુભવ કરે છે. આવી અવસ્થામાં લાખ મન્વંતર સુધી સાધકની સ્થિતિ માની છે. ૪૩ લાખ ૨૦ હજાર વર્ષના ચાર યુગ થાય છે અને ૨૫,૫૬૫ યુગચતુષ્ટયનું એક મન્વંતર થાય છે. (૪૩,૨૦,૦૦૦ x ૨૫,૫૬૫ × ૧,૦૦,૦૦૦ = લાખ મન્વન્તર) આટલા કાળ સુધી સમાધિમાં રહ્યા પછી પણ યોગીના સંસારનો અંત આવતો નથી. એ સમાધિકાળ પછી યોગી ફરીથી સંસારમાં(બાહ્યભાવમાં) આવે છે... ઈત્યાદિ તેના જ્ઞાતાઓ પાસેથી સમજી લેવું જોઈએ. 1120-611 ૧૧

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62