Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ અલિવું કહેવાય છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. પાંચ મહાભૂતોનું કોઈ પરિણામસ્વરૂપ કાર્ય નથી. પચતન્માત્રાનું કાર્ય છે અને બુદ્ધિ અર્થને જણાવનારી છે... ઈત્યાદિ અહીં યાદ રાખવું જોઈએ. સવિતર્ક નિર્વિતર્ક સવિચાર અને નિર્વિચાર : આ ચારે ય સમાપત્તિ સમ્રજ્ઞાત જ સમાપત્તિ છે. જે ભાવના(ધ્યાન-યોગ)માં સંશય વિપર્યય અને અનધ્યવસાયથી રહિત યથાર્થસ્વરૂપે ધ્યેય(ગ્રાહ્ય ગ્રહણ અને ગ્રહીતુ)નું જ્ઞાન થાય છે, તે ભાવનાવિશેષને સમ્પ્રજ્ઞાતસમાપત્તિ કહેવાય છે; જે સબીજ સમાધિ તરીકે વર્ણવાય છે. આ ચાર સમાપત્તિ સબીજ જ સમાધિ છે. કારણ કે અહીં અનાત્મભૂત સૂક્ષ્મ કે સ્થૂલ ગ્રાહ્યનું જ્ઞાન હોય છે. આત્મભૂત પુરુષનું અહીં જ્ઞાન નથી. બીજભૂત બાહ્ય આલંબનની સાથે વર્તતી હોવાથી આ ચારેય (ગ્રાહ્મસમાપત્તિ) સબીજ જ છે. યોગસૂત્રના “તા વીન: સમાધિઃ -૪દા” આ સૂત્રમાં નો અન્વય જીન ની સાથે છે. અન્યથા યથાસ્થાને તેનો અન્વયે થાય તો ગ્રાહ્મસમાપત્તિ જ સબીજસમાધિ છે : એવો અર્થ થવાથી ગ્રહણ અને ગ્રહી સમાપત્તિને સબીજસમાધિ તરીકે માની શકાશે નહિ.. ઈત્યાદિ યાદ રાખવું. ર૦-૧૧ ૐ જ છે સવિતર્ક નિર્વિતર્ક અને સવિચાર : આ ત્રણ ગ્રાહ્યસમાપત્તિનું ફળ નિર્વિચારસમાપત્તિ હોવાથી નિર્વિચારસમાપત્તિના ફળનું નિરૂપણ કરાય છે

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62