Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ શબ્દાર્થના સકેતનું (વાચ્યવાચકભાવનું) સ્મરણ (મહાસ્મૃતિ) હોય છે. તાદશ સ્મૃતિ ન હોય તો આગમ કે અનુમાનાદિથી જ્ઞાન શક્ય બનતું નથી. પરંતુ સવિતર્ક સમાધિના ઉત્તરકાળમાં તાદશ શબ્દાર્થસડ્કતની સ્મૃતિની પરિશુદ્ધિ થયે છતે અર્થાત્ તેનો અપગમ(ઉપયોગનો અભાવ) થયે છતે માત્ર અર્થનો પ્રતિભાસ થાય છે. અપ્રશસ્ત આલંબનમાં રાગાદિની તીવ્ર પરિણતિમાં આવી નિર્વિતર્કતાનો અનુભવ આપણે અનેકવાર કર્યો છે. શરૂઆતમાં ‘આ શું છે ? આને શું કહેવાય ? આ કઈ રીતે જણાય ?' ઈત્યાદિ જિજ્ઞાસાથી ‘આ આ છે; આને આ કહેવાય અને આ મને જ્ઞાત થયું...' ઈત્યાદિ અનુભવ પછી માત્ર એનો જ પ્રતિભાસ સુદીર્ઘ સમય સુધી થતો હોય છે. આવા પ્રકારની જ સ્થિતિનો અનુભવ પ્રશસ્ત આલંબને સાધક આત્માને થતો હોય છે, જે સવિતર્કનિર્વિતર્ક–સમાધિની ક્રમિક અવસ્થાવિશેષ છે. જેથી અન્યત્ર વર્ણવ્યું પણ છે કે સવિતર્કસમાપત્તિના લક્ષણથી વિપરીત લક્ષણવાળી નિર્વિતર્કસમાપત્તિ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. સવિચારગ્રાહ્યસમાપત્તિનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સ્થૂલ ભૂતાદિવિષયમાં શબ્દાદિ વિકલ્પને લઈને જેમ સવિતર્કસમાપત્તિ પ્રવર્તે છે; તેમ સ્થૂલ ભૂતાદિ જેના પરિણામ છે એવા સૂક્ષ્મભૂતાદિ પતન્માત્રાદિના વિષયમાં શબ્દાદિના વિકલ્પની સાથે દેશ(ઉપર નીચે દૂર પાસે...) અને કાળ(વર્તમાનાદિ) વિષ્ટિ સ્વરૂપે તે તે અર્થને ગ્રહણ કરનારી સવિચારસમાધિ છે. અને જ્યારે શબ્દાદિના ૧૬

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62