Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ પરિણતિવિશેષને અહીં જ્ઞાન કહેવાય છે. વસ્તુના(જ્ઞેયના) સ્વરૂપથી શૂન્ય એવા શાબ્દબોધના વિષયને વિકલ્પ કહેવાય છે. આ, ‘ગાય’ એ પ્રમાણે બોલે છે; આ ગાય છે અને મેં ગાયને જાણી; અહીં અનુક્રમે ગાય શબ્દ, ગાય અર્થ, અને ગાયનું જ્ઞાન જણાય છે. એ ત્રણેય ભિન્ન હોવા છતાં એક સ્વરૂપે પ્રતીત થાય છે. આ રીતે શબ્દ, અર્થ અને જ્ઞાનના અભેદની પ્રતીતિ સ્વરૂપ સવિતર્કસમાપત્તિ છે. શબ્દાદિમાં ભેદ હોવા છતાં જે અભેદ જણાય છે તે વિતથ હોવાથી વિકલ્પ છે. આ સમાપત્તિમાં તે શબ્દ, અર્થ અને જ્ઞાન એક સ્વરૂપે પરસ્પર સક્કીર્ણ પ્રતિભાસિત થાય છે. “નૌરિતિ શબ્દો ગૌરિત્યર્થી ગૌરિતિ જ્ઞાનમ્'-આ પ્રમાણે હે... ઈત્યાદિ શબ્દ, અર્થ અને જ્ઞાન એક સ્વરૂપે આ સવિતર્કસમાપત્તિમાં પ્રતીત થાય છે. ગ્રાહ્ય વિષયોનું શબ્દાદિના ઉલ્લેખથી જ્યાં ધ્યાન થાય છે; ત્યાં સવિકલ્પ સમાપત્તિ મનાય છે. " આ ગ્રાહ્યસમાપત્તિ બીજા પ્રકારો વડે ચાર પ્રકારની છે. તેમાંની નિર્વિતર્કસમાપત્તિનું વર્ણન કરતાં યોગસૂત્રમાં ફરમાવ્યું છે કે ‘‘સ્મૃતિ(મહાસ્મૃતિ) પરિશુદ્ધી સ્વ પશૂન્યેવાડર્થમાત્રનિર્માતા નિવિંતf '' I?-૪॥ અર્થાદ્ સ્મૃતિ(મહાસ્મૃતિ)ની નિવૃત્તિ થાય ત્યારે જાણે કે સ્વરૂપથી રહિત હોય નહીં એવી, કેવળ અર્થને જ બતાવવાવાળી જે સમાપત્તિ તેને નિર્વિતર્કસમાપત્તિ કહેવાય છે. આશય એ છે કે સામાન્ય રીતે સવિતર્કસમાધિમાં ગ્રાહ્યપદાર્થ, ગ્રાહ્યપદાર્થનો વાચક શબ્દ અને ગ્રાહ્ય પદાર્થનું જ્ઞાન ચિત્તમાં પ્રતિભાસે છે. એમાં મુખ્ય કારણ એ-છે કે સાધકને ૧૫

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62