Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ચિત્તની વિષયાકાર પરિણતિને સમાપત્તિ કહેવાય છે. ચિત્ત ગૌણ થયે છતે ભાવ્યમાન (જેનું પરિભાવન કરાય છે તે) વિષયના (ગ્રાહ્યાદિ) આકારની સાથે ચિત્ત એકરૂપ થવાથી સમાપત્તિનો આવિર્ભાવ થાય છે. આ વસ્તુને જણાવતાં યોગસૂત્રમાં જણાવ્યું છે કે'क्षीणवृत्तेरभिजातस्येव मणे ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता સમાપત્તિ:' -જશા જાત્ય એવા મણિની જેમ નિર્મળ એવા ચિત્તની, ગ્રહીત ગ્રહણ અને ગ્રાહ્ય એવા વિષયોને વિશે જે એકાગ્રસ્થિતિ સ્વરૂપ વિષયાકારતા છે તેને સમાપત્તિ કહેવાય છે. એનું તાત્પર્ય એ છે કે જેમ નિર્મલસ્ફટિકમાં તે તે રૂપાશ્રય જપાપુષ્પાદિના સન્નિધાનને લઈને તે તે આકાર સ્વરૂપ પ્રતિભાસિત થાય છે તેમ નિર્મળ એવું ચિત્તસત્ત્વ(સાત્ત્વિકચિત્ત), તેના પરિભાવનીય વિષયોના આકાર જેવા આકારને પ્રાપ્ત કરે છે. તેવા પ્રકારની ચિત્તપરિણતિ અહીં સમાપત્તિ છે. અહીં સૂત્રમાં જોકે ગ્રહીત, ગ્રહણ અને ગ્રાહ્ય એ રીતનો વિષયકમ જણાવ્યો હોવાથી સમાપત્તિનો પણ કમ એવો જ જણાય છે; પરંતુ સમાપત્તિના સાધકની ભૂમિકા(યોગ્યતા) મુજબ એ ક્રમમાં વ્યત્યય(વૈપરીત્ય) સમજવો જોઈએ. કારણ કે પ્રથમ સ્થૂલ અને સૂક્ષ્મ પાંચ ભૂતાદિસ્વરૂપ ગ્રાહ્મનિષ્ઠ સમાધિ હોય છે. ત્યાર બાદ ગ્રહણ-ઈન્દ્રિયાદિનિષ્ઠ સમાધિ હોય છે અને અંતે અસ્મિતાન્વિત પુરુષાદિનિષ્ઠ(અહટ્ટારોપાધિક પુરુષાદિનિષ્ઠ) ગ્રહીતસમાધિ હોય છે. નિરુપાધિક કેવલશુદ્ધ પુરુષનું પરિભાવને સંભવિત નથી... ઈત્યાદિ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62