Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ વિકલ્પથી રહિત દેશ-કાલાદિની વિવક્ષા વિના ધમમાત્રને ગ્રહણ કરનારી સમાપત્તિ નિર્વિચારા સમાપત્તિ કહેવાય છે. આ વસ્તુનું નિરૂપણ કરતાં “પતા વિવાર નિર્વિવારા ર સૂક્ષ્મવિષય વ્યાયાતા -૪૪”-આ યોગસૂત્રથી જણાવ્યું છે કે આ સવિતર્ક અને નિર્વિતક સમપત્તિના નિરૂપણથી જ સૂક્ષ્મવિષયવાળી સવિચાર અને નિર્વિચાર સમાપત્તિનું નિરૂપણ થઈ ગયું છે. એનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. આ બંન્ને સમાપત્તિની સૂક્ષ્મવિષયતા અલિ સુધીની સમજવી-એ પ્રમાણે “સૂક્ષ્મવિષયત્વે જિફાઈવસાનમ્ ૧-૪પા” આ યોગસૂત્રમાં જણાવ્યું છે. જે ક્યાંય વૃત્તિ નથી અને જે કોઈને ય જણાવતું નથી તે અલિડ પ્રધાન(પ્રકૃતિ)સ્વરૂપ છે. ત્યાં સુધી સૂક્ષ્મવિષયતા છે. યોગદર્શનની માન્યતા મુજબ પાર્થિવ પરમાણુ, જલપરમાણુ, અગ્નિપરમાણુ, વાયુપરમાણુ અને આકાશપરમાણુ(અંશ) અનુક્રમે પૃથ્વી જલ તેજો વાયુ અને આકાશ સ્વરૂપ સૂક્ષ્મભૂત છે. જેની ઉત્પત્તિ અનુક્રમે ગંધ રસ રૂપ સ્પર્શ અને શબ્દ સ્વરૂપ તન્માત્રાથી થાય છે. આ બધા સૂક્ષ્મવિષય છે. ગુણોના પરિણામમાં ચાર પર્વ છે. વિશિષ્ટ લિવું, અવિશિષ્ટ લિફ, લિમાત્ર અને અલિ. વિશિષ્ટ લિ ભૂતો છે. અવિશિષ્ટ લિો ગંધાદિ તન્માત્રાઓ છે. બુદ્ધિ લિજ્ઞમાત્ર સ્વરૂપ છે અને પ્રકૃતિસ્વરૂપ અલિડ છે. જે તત્ત્વ કારણમાં(ઉપાદાનમાં) લીન થાય છે તેને લિડુ કહેવાય છે. સામાન્યથી ઉત્તરોત્તર કાર્યસ્વરૂપ પરિણામ પૂર્વપૂર્વકારણ- સ્વરૂપ પરિણામમાં લીન થાય છે. પ્રકૃતિનું કોઈ કારણ ન હોવાથી તે ક્યાંય લીન થતી નથી. તેથી તેને

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62