Book Title: Yogavatar Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 9
________________ શબ્દોના ઉલ્લેખથી શૂન્ય ભાવના પ્રવર્તે છે; ત્યારે નિર્વિકલ્પનિર્વિતર્કસમાધિં હોય છે.” આ પ્રમાણે ત્રીજા લોકનો સામાન્યર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વાપર અર્થના અનુસંધાન(સ્મરણ)થી શબ્દ અને અર્થના સંબંધને લઈને જ્યારે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ : આ પાંચ મહાભૂતો સ્વરૂપ સ્થૂલ વિષયમાં ભાવના-ધ્યાન પ્રવર્તે છે, ત્યારે સવિતર્કસમાધિયોગ હોય છે. સામે ઘટ પડેલો હોય ત્યારે આને શું કહેવાય ? આ શું છે ? અને અહીં શું જાણ્યું?આ ત્રણેય પ્રશ્નોના જવાબમાં ઘટ’ આવો એકાકાર ઉત્તર પ્રાપ્ત થતો હોય છે, જેને શબ્દ, અર્થ અને જ્ઞાનની એકરૂપતાની પ્રતીતિ કહેવાય છે. એમાં પૂર્વાપર અર્થનું અનુસંધાન અવશ્ય હોય છે. શબ્દ, અર્થ અને જ્ઞાન સ્વરૂપ વિકલ્પોથી સંકીર્ણ(એકમેક) આ સમાધિને સવિતર્કસમાધિ કહેવાય છે. જ્યારે પૂર્વાપરઅર્થના અનુસંધાનથી શબ્દાર્થના ઉલ્લેખનો અભાવ હોય ત્યારે માત્ર ઘટાદિસ્વરૂપ મહાભૂતોના અર્થનિર્માસથી યુક્ત સમાધિ નિર્વિતર્ક મનાય છે. સ્થૂલ મહાભૂતો અને સૂક્ષ્મ ગંધાદિ પચતન્માવા ગ્રાહ્ય છે. તેના વિષયવાળી સમાધિને ગ્રાહ્યસમાધિ કહેવાય છે. સ્થૂલવિષયક ગ્રાહ્મસમાધિ વિતકનુગત છે, જે ઉપર જણાવ્યા મુજબ સવિકલ્પ અને નિર્વિકલ્પ યોગ સ્વરૂપ છે. સામાન્ય રીતે કોઈ પણ લક્ષ્યવેધી પહેલાં સ્થૂલ લક્ષ્યને વીંધવા માટે તેની પ્રત્યે ધ્યાન આપે છે અને ત્યાર પછી સૂક્ષ્મ લક્ષ્યને વધવા માટે તેની પ્રત્યે ધ્યાન આપે છે. તેમ અહીં પણ સ્કૂલ અને સૂક્ષ્મ વિષયમાં અનુક્રમે ભાવનાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62