Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ છે. અન્યથા સૂક્ષ્મ ગ્રાહ્યના વિષયમાં જ જ્યારે દેશ કે કાળના અવચ્છેદ વિના માત્ર સૂક્ષ્મ ધર્મીનો જ અવભાસ કરાય છે ત્યારે નિર્વિચારસમાધિ હોય છે. સ્થૂલ મહાભૂતોના કારણભૂત જે પંચતન્માત્રાદિ છે; તે સૂક્ષ્મગ્રાહ્ય છે. તે તે દેશ-કાળને આશ્રયીને સૂક્ષ્મ ગ્રાહ્યની ભાવનાને સવિચારસમાધિયોગ કહેવાય છે... ઈત્યાદિ અન્યત્ર અનુસન્ધેય છે. આથી વિશેષ હવે પછીના શ્લોકોથી સ્પષ્ટ કરાશે. ||૨૦-૪૫ આનંદાનુગત સમ્પ્રજ્ઞાતયોગનું સ્વરૂપ વર્ણવાય છેयदा रजस्तमोलेशानुविद्धं भाव्यते मनः । तदा भाव्यसुखोद्रेकाच्चिच्छक्ते गुणभावतः || २०-५ ॥ “જ્યારે રજોગુણ અને તમોગુણના લેશથી(અંશથી) અનુવિદ્ધ(સમ્બદ્ધ-વ્યાસ) એવા મનનું ધ્યાન(ભાવના) થાય છે; ત્યારે ભાવ્ય(ધ્યેય-ભાવનાનો વિષય)સ્વરૂપ સુખના ઉદ્રેક(આધિય)થી ચિત્રક્તિની ગૌણતાના કારણે સાનંદસમાધિયોગ થાય છે.’’-આ પ્રમાણે સાનન્તોડગૈવ... ઈત્યાદિ શ્લોકમાંના(છઠ્ઠા શ્લોકમાંના) સાનન્ત પદના સંબંધથી પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્પ્રજ્ઞાતયોગના ત્રીજા આનંદાનુગત-સાનંદ પ્રકારનું આ શ્લોકથી વર્ણન કરાયું છે. ગ્રહણસમાધિસ્વરૂપ આ યોગ છે. આનો વિષય, ગ્રહણ સ્વરૂપ મન અને ઈન્દ્રિયો છે. સામાન્ય રીતે મનના વિષયને આશ્રયીને અહીં સાનયોગનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાંખ્યાદિ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62