Book Title: Yogavatar Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 7
________________ સંશય છે. શુક્તિ(છીપ)માં રજતનું જે જ્ઞાન થાય છે તે વિપર્યય છે અને રસ્તે જતી વખતે પગે અડતી વસ્તુ વગેરેનું જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તે અનધ્યવસાય છે. ગ્રાહ્ય પૃથ્વી પાણી વગેરે અને ગન્ધ રૂપ રસ વગેરે; ગ્રહણ જ્ઞાનેન્દ્રિય તેમ જ કર્મેન્દ્રિય વગેરે અને ગ્રહીતા આત્મા વગેરે ત્રણ પ્રકારના ભાવ્ય(ધ્યેય-ધ્યાનના વિષય) છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી ભિન્ન એવું નિશ્ચયાત્મક, ભાવ્યનું પ્રકૃષ્ટજ્ઞાન, જે યોગથી થાય છે તેને સમ્પ્રજ્ઞાતયોગ કહેવાય છે. સામાન્ય રીતે ધ્યેયભૂત વિષયને ભાવ્ય કહેવાય છે. જેનું ધ્યાન કરાય છે; તેને ધ્યેય કહેવાય છે. ગ્રાહ્યાદિ ભાવ્ય સ્વરૂપનું પ્રકર્ષથી સંશયાદિથી રહિતપણે જે યોગથી જ્ઞાન થાય છે તે સમ્પ્રજ્ઞાતયોગ છે. કોઈ પણ વસ્તુનું તેવા પ્રકારનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરવું હોય તો તે વિષયના સ્વરૂપનું ધ્યાન આવશ્યક છે-એ સમજી શકાય છે. ૨૦-૧|| સમ્પ્રજ્ઞાતસમાધિ-યોગના પ્રકાર જણાવાય છેवितर्केण विचारेणानन्देनास्मितयान्वितः । भाव्यस्य भावनाभेदात्, सम्प्रज्ञातश्चतुर्विधः ॥ २०-२॥ ‘ભાવ્યની ભાવનાના ભેદથી વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી યુક્ત એવો સમ્પ્રજ્ઞાતયોગ ચાર પ્રકારનો છે.’’ આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પાતઝલદર્શનની માન્યતા મુજબ ચિત્તવૃત્તિઓનો નિરોધ યોગ છે. વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી ૨Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62