Book Title: Yogavatar Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 6
________________ अथ प्रारभ्यते योगावतारद्वात्रिंशिका । આ પૂર્વેની યોગવિવેકબત્રીશીમાં વર્ણવેલા પોતાને માન્ય એવા યોગના ભેદોમાં અન્ય દર્શનકારોએ વર્ણવેલા તે તે યોગના પ્રકારોનો અવતાર(સમાવેશ) થયે છતે પોતાના માન્ય યોગપ્રકારો વ્યવસ્થિત બને છે. તેથી આ બત્રીશીથી યોગાવતાર જણાવાય છે. કહેવાનો આશય એ છે કે અન્યદર્શનકારોએ પણ ચિત્તવૃત્તિના નિરોધાદિને યોગના સ્વરૂપે વર્ણવીને તેના સમ્પ્રજ્ઞાતાદિ ભેદો વર્ણવ્યા છે. એનો ખ્યાલ આવવાથી મુમુક્ષુઓને અધ્યાત્માદિ યોગોમાં તેનો સમાવેશ ક્યાં થાય છે.... વગેરે જાણવાની ઈચ્છા થાય એ સમજી શકાય છે. મુમુક્ષુઓની તે તે જિજ્ઞાસાને તુમ કરવા આ બત્રીશીથી યોગાવતારનું નિરૂપણ કરાય છે सम्प्रज्ञातोऽपरश्चेति, द्विधाऽन्यैरयमिष्यते । सम्यक् प्रज्ञायते येन, सम्प्रज्ञातः स उच्यते ॥२०-१॥ જૈનેતર દર્શનના અનુયાયી એવા પાતલોએ સમ્પ્રજ્ઞાત અને અસપ્રજ્ઞાત ભેદથી યોગને બે પ્રકારનો માન્યો છે. જેના વડે સારી રીતે ભાવ્ય(ભાવિત બનાવવા માટે યોગ્ય) પદાર્થો જણાય છે તેને સમ્પ્રજ્ઞાતયોગ કહેવાય છે.” આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પાતરાલોની માન્યતા મુજબ સપ્રજ્ઞાત અને અસપ્રજ્ઞાત ભેદથી યોગ બે પ્રકારનો છે. સારી રીતે સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિતપણે ભાવ્યનું જેના વડે જ્ઞાન થાય છે, તેને સમ્પ્રજ્ઞાતયોગ કહેવાય છે. “આ પુરુષ છે કે સ્થાણુ હૂંઠું) છે.... ઈત્યાદિ સ્વરૂપPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62