Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ ૪૨ મહાભારત કાળમા તા સાંખ્ય ’ નામથી મુખ્યત્વે ઉપનિષદ-સિદ્ધાંત જ ઓળખાય છે, નિરીશ્વર તથા વેદબાહ્ય ગણાતા જુદા દર્શન રૂપે સાંખ્યદર્શન બહુ પછીના સમયમાં જુદું પડ્યું ગણાય.૧ પાતંજલ યંગસૂત્રના દરેક પાને અંતે ભાષ્ય અથવા વૃત્તિ લખનારાઓએ ‘તિ થી પતંગ सांख्यप्रवचने योगशास्त्रे श्री मद् व्यासभाष्ये' है 'सांख्यप्रवचने વાતંગણમૂત્રવત્ત થTETIR'૨ એવું લખેલું હોય છે, ત્યાં “ સાંખ્ય પ્રવચન શબ્દ ‘ ઉપનિષદોની આત્મવિદ્યા અથવા બ્રહ્મવિદ્યા (–જે સાંખ્ય ), તે જેનું પ્રવચન એટલે કે સિદ્ધાંતભાગ છે,’-એ અર્થમાં સમજ જોઈએ. ગીતામાં દરેક અધ્યાયને અંતે ઘણા પ્રાચીન કાળથી ચાલતા આવેલા અંતવાકષમાં “હાવિદ્યાવાં ચોઃTETI' એ ઉલ્લેખ આવે છે. ત્યાં તેને અર્થ “બ્રહ્મવિદ્યા અને તેનું યોગશાસ્ત્ર’ એ સૂચિત થાય છે. તે જ પ્રમાણે યોગસૂત્રને પણ ‘સાંખ્યપ્રવચન ” એટલે બ્રહ્મવિદ્યા જેનું પ્રવચન - સિદ્ધાંતભાગ છે, તેવું યોગશાસ્ત્ર - એવું જ કહેવાને ઈરાદે - હોઈ શકે. કૃતિવિરુદ્ધ નાસ્તિક દર્શનરૂપે સાંખ્યશાસ્ત્ર જુદુ' પડ્યા પછીના અર્થમાં આ યોગસૂત્રને સાંખ્યસિદ્ધાંતવાળું ' એમ ભાગ્યે જ કહી શકાય. અને વેગસુત્રને વિષય તપાસતાં સ્પષ્ટ માલૂમ પણ પડે છે કે, તેમાં શ્રુતિ વિરુદ્ધ કશું પ્રતિપાદન નથી. એટલું જ નહીં પણ ઈશ્વરને ૧. તિથી જુદા પડતા સાંખ્ય સિદ્ધાંતનું જૂનામાં જૂ નું ઉપલબ્ધ નિરૂપણ ઈશ્વરકૃષ્ણની “સાંખ્ય કારિકા” (ઈ. સ. ૨૦૦) છે, ‘સાંખ્યપ્રવચનસૂત્ર' જે કપિલનું ગણાય છે, તે તે ઈ. સ. ના નવમાં સિકા પછી ગ્રંથ છે; તથા સાંખ્ય કારિકામાં પુરુષ અને પ્રધાનને જે દૈતવાદ શરૂ થયેલું જોવા મળે છે, તેને સુધારી સાંખ્ય સિદ્ધાંતને ઉપનિષદોના આમવાદને અનુકૂળ કરવાનો પ્રયત્ન પણું તેમાં થયેલા જોવા મળે છે. ઈશ્વરકૃષ્ણ તે સાંખ્યાચાને જે કમ નિરૂપે છે, તેમાં તે કપિલ, આસુરિ અને પંચશિખ પછી શિષ્ય પરંપરામાં પિતાને મૂકે છે. મહાભારતમાં જે પંચશિખને સિદ્ધાંત છે (૨.૨), તે તે ઉપનિષદેના બાવાદને અનુસરત છે." ૨. નાગોજી કૃત વૃત્તિમાં. જોકે, ચેથા પદને અને ત્યાં “ સાંખ્યપ્રવચન ” શબ્દ પડતા પણ મૂક્યો છે. સ્વીકાર (૧. ૨૫-૨૬ ), ઈશ્વર પ્રણિધાનથી ત્રિગુણાત્મક અંતરાયોને અભાવ (ઉ. ૨૯-૭૦), ગ્રહણું વગેરે પાંચ ઉપર સંયમ કરવાથી પ્રધાન જય થાય છે એવું કથન (રૂ. ૪૭-૪૮), ઈશ્વર પ્રણિધાનથી થતે માતેલે પ્રત્યચેતનનો સાક્ષાત્કાર (૬. ૨૯), અને વિવેકખ્યાતિ થતાં પ્રાપ્ત થતું માનેલું “ સર્વભાવાધિષ્ઠાતૃત્વ' અને “સર્વજ્ઞાતૃત્વ” (રૂ. ૪૯ ),-એ બધું સાંખ્યદર્શનના સિદ્ધાંતથી ઊલટું નહીં તેય જુદું કે વધારેનું તે કહેવાય જ, ' યોગસૂત્રે પિતાને આવશ્યક એવા એ સિદ્ધાંતભાગનું નિરૂપણ કશું લેબલ ' સ્વીકાર્યા વિના જ કર્યું છે. પોતાના નિરૂપણુ અંગે જે જે મુદ્દાઓને સ્વીકાર આવશ્યક લાગે, તે મુદ્દાઓ એગસૂત્રકાર તે તે સ્થળે ઉલ્લેખતા જાય છે; પરંતુ તે મુદ્દાઓને દાર્શનિક તકરારોની દષ્ટિએ પિતે કેટલી હદે સ્વીકારે છે, એ સૂચવતા જ નથી. એક દાખલો લ: ઈશ્વરને સ્વીકાર યોગસૂત્રમાં છે, પરંતુ તે ઈશ્વર જગતનું નિમિત્તકારણુ કે ઉપાદાનકારણ છે, અથવા જીવાત્માઓ સાથે તેને શું સંબંધ છે, અને અંતે તત્વદષ્ટિએ દૈત માનવાનું છે કે અત-એવી કશી ઝંઝટમાં સૂત્રકાર ઊતરતા જ નથી. વળી, ચિત્તની વૃત્તિઓને નિરોધ સાધવાથી આખું જ્ઞાનતંત્ર કેવી રીતે પલટાઈ જઈ શકે છે; અને દશ્યને તેના સત્ય સ્વરૂપે જોવાની એક જુદી જ પ્રજ્ઞાશક્તિ પ્રાપ્ત થતાં, આખું દૃશ્ય અને તેના જ્ઞાનની આખી પ્રક્રિયા જ કેવી રીતે ચરિતાર્થ થઈ જતાં માત્ર દ્રષ્ટા જ તેના કેવળ સ્વરૂપે બાકી રહે છે, એ બધું તે બરાબર નિરૂપે છે; પણ નવાઈની વાત એ છે કે, એ જે દ્રષ્ટાનું કૈવલ્ય તે ખરેખર વેદાંતમાન અદ્વૈત છે કે કેમ, તથા તે દશા શાથી કૈવલ્ય કહેવાય એની કશી વિગતમાં એ ઊતરતા નથી. જાણે કે, એ બધાનું દાર્શનિક લેબલ’ કહેવાય તેની સાથે તેમને કશી નિસબત જ નથી. અને તેથી જ કદાચ, આચાર્ય હરિભદ્ર, વાચક યશોવિજયજી વગેરે પ્રખર વિદ્વાને પંતજલિમુનિને પિતાના ગ્રંથોમાં આદરયુક્ત ઉલ્લેખ કરવા ઉપરાંત તેમનાં સૂત્ર ઉપર વૃત્તિ For Prve & Personale Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142