Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 132
________________ २०६ વેગ એટલે શું? એ કેવું સમાજઘાતક વિધાન છે! ખેર, વધારે ઊણપ તે આ ગ્રંથમાં એ વસ્તુની મને લાગી છે કે, આચાર્યશ્રીએ જે ઝીણવટથી અનેકવિધ અતિચારો વર્ણવી આપણને ચેતવણી આપી છે, તેમ જ જો ગૃહસ્થને તેના ગ્રાહ્ય ધંધારોજગાર બાબતના અતિચાર ગણાવીને ચેતવ્યો હોત તે કેવું ઉત્તમ થાત ! આજના સમાજવાદ તથા સંહતિવાદ (કૅસિઝમ”) વગેરે અર્થવાદે આ બાબતમાં આપણને સારી પેઠે વિચારસામગ્રી પીરસે છે. આજના આપણા આચાર્યોએ હેમાચાર્યનું આ યોગશાસ્ત્ર એ દૃષ્ટિથી ખીલવવા જેવું છે. એવી જીવંત ને જાગ્રત સંશોધનશક્તિ એ જ ધર્મના કે યોગના પ્રાણ છે. આ ગ્રંથ તેને પ્રેરે. પરંતુ, આમ કહીને હું આચાર્યની વિશાળ ને વ્યાપક યોગદૃષ્ટિને દોષ નથી બતાવતા માગતે. માત્ર, એ દિશામાં આ પુસ્તકને આધારે આપણું તત્ત્વજ્ઞાનનું ખેડાણ કરવા જેવું છે, એ માત્ર મારું અભિપ્રેત છે. બાકી, જ્યાં આગળ આચાર્ય પિતાનો શ્રાવકધર્મ બતાવતાં દેશાવકાશિક” ત્રત કહે છે, ત્યાં આજના વૈશ્યધર્મપ્રકોપનો અંકુશ જ નથી જણાવતા? “ધનાદિ પદાર્થો મનુષ્યના બાહ્ય પ્રાણ જેવા છે, તે ધનાદિ લઈ લે, એટલે તેના પ્રાણ જ હરી લીધા એમ કહેવાય.” “માત્ર બાહ્ય પદાર્થને ત્યાગ એટલે અપરિગ્રહ નહિ. સર્વ પદાર્થોમાં આસક્તિનો ત્યાગ તેનું નામ અપરિગ્રહ.” આવા ઉદાત્ત ધર્મની ખરેખરી ભાવના જો કરવામાં આવે, તો આજ જે દુઃખમાં જગત સપડાયું છે તેમાંથી તે બચ્યા વગર રહે? અને મેટી વાત જે આ સમાજને વ્યાપક યોગ ૨૦૭ ગ્રંથ કહેવા માગે છે તે તો એ છે કે, ઉપર કહેલી ભાવના કરનાર વેગનું ફળ પામ્યા વગર નહિ રહે. યમનિયમનું જ જો ઝીણવટથી ને સત્યની ભાવનાપૂર્વક અનુશીલન કરવામાં આવે, તો પણ યોગનું સંપૂર્ણ ફળ મળે એમ છે. તે ચિત્તની સમતા હસ્તામલકવત્ બને; અને એ જ યોગનો આત્મા છે. न साम्येन विना ध्यानं ' જ સ્થાન વિના જ તત્' એવી જે અન્ય-કારણત્વની આંટી છે, એને પણ ઉકેલ આવા સાધકને જ મળી શકે છે. આ ગ્રંથમાંથી એ માર્ગને પ્રેરણા મળે. એક સમર્થ ગુજરાતી યોગીનું આ પુસ્તક તેમની જ આજની ભાષામાં અને સંક્ષેપમાં તથા સળંગ પ્રવાહબદ્ધતાથી .... મળવાને કારણે આ ગૂઢ ગોપનિષદ” પિતાની ગૂઢતા ત્યજે છે. બાકીની ગૂઢતા તે ચારિત્ર્યની સાધનાથી જ ટળે. કેમ કે અંતે યોગ સાધનાગમ્ય જ છે, અનુભવે જ પિતાનું રૂપ પ્રગટ કરે છેઃ 'योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते । योऽप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ।। રતિ શમ્ Jain Education International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142