________________
5 પામવા
છે, અને
છે, અને
ઋતંભરા પ્રજ્ઞા – ૩ સમાપત્તિઓનો અભ્યાસ કરતાં કરતાં માણસ ઋતંભરા પ્રજ્ઞા મેળવે છે. આ પ્રજ્ઞાને જ ગીતાકારે બીજા અધ્યાયમાં “સ્થિત પ્રજ્ઞા” કહી છે. એ પ્રજ્ઞા કે સમજ-બુદ્ધિ ખાસ પ્રકારની છે. સામાન્ય પ્રજ્ઞા કૃત અને અનુમાન પ્રમાણે મારફતે ચાલે છે. કેઈએ કહ્યું તે જાયું, કેઈએ લખ્યું તે પરથી જાણ્યું,- આમ સામાન્ય રીતે આપણે જ્ઞાન મેળવીને ચાલીએ છીએ. આ બધું જ્ઞાન મુખ્યત્વે શબ્દ જ્ઞાન કહેવાય. તે રીતે મળેલા જ્ઞાન પરથી અનુમાન કરીને કેટલુંક વિશેષ આપણે તર્કશક્તિ વડે કલ્પી શકીએ છીએ. આ પણ જ્ઞાનનું એક સાધન આપણી પાસે હોય છે. આ ઉપરાંત જાત-અનુભવથી આપણે કાંઈકે જાણીએ છીએ. તે જ્ઞાન પણ પ્રત્યક્ષ મળતું હોવા છતાં અનુમાન અને તક તથા રાગદ્વેષથી સંમિશ્ર હોય છે. તેથી કરીને તે કઈ બાબતને એકસાથે અનુભવ લેતાં છતાં, ઘણી વાર આપણે જુદા જુદા કયાસ પર ને સમાજ પર પહોંચીએ છીએ. ઋતંભરા પ્રજ્ઞાનું જ્ઞાન એ રીતથી જુદી રીતે મળે છે. ઉપર જણાવેલી ત્રણે રીતથી થયેલા જ્ઞાન પર ચિંતન મનન કરીને જ્યારે માણસ તેની મૂળ વસ્તુને જાતે જેવાજાણવા માગે છે, તે વિષે રાગદ્વેષ કે પક્ષપાત રહિત બની સમજવા ચાહે છે, ત્યારે એ નવી જાતની પ્રજ્ઞા જાગ્રત
૧૮૪
ઋતંભરા પ્રજ્ઞા-૩ .
૧૮૫ થાય છે. એ પ્રજ્ઞા તને પામવા માટે તાકાતવાળી હોય છે, તેથી તેને ત્રર્તમાં પ્રજ્ઞા કહી છે, અને તેથી જ તે વડે જે જ્ઞાન-સંસ્કારો મળે છે એ ખાસ હોય છે, અને પેલા સામાન્ય સંસ્કારોથી જુદા પડે છે. એમાંથી મનુષ્ય પિતાના સત્વને પામી જાય છે અને ક્યાંય મોહમાં પડીને ભૂલ નથી ખાતે. આ કેવી રીતે બને છે તે કહેવા માટે (ગસૂત્રના પહેલા પાદનાં) બાકીનાં બે છેલલાં સૂત્રો આવે છે –
તન: સંર: સવ સંદરતવંધી | ૬ ૦ || तस्यापि निरोधे सर्वनिरोधात् निर्बीजः समाधिः ।।५।। -તે ઋતંભરા પ્રજ્ઞાથી પેદા થતો સંસ્કાર અન્ય સંસ્કારને. પ્રતિબંધ કરે છે– બીજા સંસ્કારોને રોકી પાડે છે.
-અને આગળ જઈને, એમ રોકી પાડનાર સંસ્કાર પોતે પણ જ્યારે નિરોધાય છે, ત્યારે બધા જ સંસ્કારને નિરોધ થયો હોવાથી, તેમાંથી જે સમાધિ કે ચિત્તદશા. જમે છે, તેને નિબીજ સમાધિ કહે છે. ત્યાં જઈને વેગ એટલે કે ચિત્તવૃત્તિનો નિષેધ સંપૂર્ણ રીતે થાય છે. એ નિરોધનું બીજું નામ આપ્યું છે નિર્વાગ સfઇ.
આમ યોગ એટલે શું, તે સમજાવતું ગસૂત્રનું પહેલું સમાધિપાદ પૂરું થાય છે.
જ્યાં સુધી કઈ પણ બાબતમાં આપણે ખરેખર તે શું છે તે ન જાણીએ, ત્યાં સુધી તે વિષે જાત જાતના ખ્યાલે કે સંસ્કારો આપણને થયા કરે છે. શ્રત અને અનુમાન પ્રમાણુથી એ સંસ્કારો ચિત્તમાં જાગ્યા જ કરે છે. એક
Jain Education International
For Private & Personal use only
www.meliyor