Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 124
________________ ૧૯૦ યોગ એટલે શું? तस्यापि निराधे सर्वनिरोधात् निर्बीज: समाधिः ।। તેને પણ નિરોધ થાય એટલે બધા સંસ્કારોનો નિરોધ થઈ જશે અને તેમાંથી જે સમાધિ ઊપજે તે સમાધિ કઈ પણ સમાપત્તિ કે વૃત્તિને બીજરૂપે લીધા વગર થતી હોવાથી, તે નિર્વાગ સમાધિ છે. સૂત્ર ૪૬માં સચીન સમાધિ કહી છે. સમાપત્તિ મારફત તે સંભવે છે. સમાપત્તિ ત્યાં બીજ રૂપે છે. પરંતુ ઉપર જે નિરોધ કહે છે તે એકમાત્ર એવો જે તંભરા પ્રજ્ઞાનો સંસ્કાર છે તેને થાય છે. એ નિરોધ કેવળ નિરોધ છે. ત્યાં આગળ ચિત્તની વૃત્તિમાત્રનો નિરોધ થયો ગણાય. એટલે કે, પ્રથમ સૂત્રમાં કહ્યું હતું તેમ, આ દશાએ જઈને જે સ્થિતિ થાય છે તે યોગસ્થિતિ છે; ગીતાકારની ભાષામાં તે બ્રાહ્મી સ્થિતિ છે; ભગવાન બુદ્ધની ભાષામાં તે નિર્વાણ છે; મહાવીરસ્વામીની ભાષામાં તે કેવલી સ્થિતિ કે કેવળજ્ઞાન છે. અહીંયાં સવાલ એ થઈ શકે કે, આવો નિરોધ બની શકે ખરે? આ વસ્તુ ગૂઢ અથવા પ્રત્યક્ષ અનુભવની વાત થઈ. યોગસૂત્રકાર કહે છે કે, તેમ બની શકે છે, તેમ બને એને જ, છેવટે જતાં, યોગ કહ્યો છે. આ સ્થિતિને નિદ્રાની જેડે સરખાવવાથી કાંઈક કલ્પના આવશે. ઊંઘમાં પડતા પહેલાં એકે એકે ચિત્તના ખ્યાલો કે વૃત્તિઓ દબાતાં જાય છે, એમ ધીમે ધીમે એક જ ખ્યાલ રહે છે કે, હવે ઊંઘ આવે છે. જે બીજા ખ્યાલ નિજ સમાધિ કે વેગ -૧ ૧૯૧ ઊઠે તે ઊંઘ જંતી રહે.. પણ ઊંઘ આવે છે એ પણ એક વૃત્તિ બને છે; આપણને લાગે છે કે, હવે ઊંઘ આવે છે; ચિત્તમાં એવું ભાન થાય છે. એ વૃત્તિ પણ કેળુ જાણે કયારે ને કેવી રીતે, દબાઈ જઈ તેનેય નિરોધ થઈ જાય છે અને ઊંઘ આવી જાય છે. ગસૂત્રકાર ઊંઘને પણ એક વૃત્તિ કહે છે અને તે છે. પણ તે એવી છે કે તે વૃત્તિના સમયે તેનું ભાન નથી થતું. ઊઘમાંથી ઊઠયા પછી ખ્યાલ જાગે છે કે, આપણે ઊંઘી ગયા હતા. એટલે કે, ઊંઘના અનુભવનો સંસ્કાર ઊંઘ પૂરી થયે આપણને જેણાય છે. મતલબ કે, જાગ્રત એવા કોઈ બીજ વગર ઊંઘને સંસ્કાર સંભળે. એમ જ જ્ઞાન માટે પ્રયત્ન કરતું ચિત્ત છેવટે ઋતંભરા પ્રજ્ઞા પર પહોંચે છે અને તેનું અનુશીલન કરતાં કરતાં એક વાર તે પોતે જ ટપ થઈ જાય છે અને વિરમે છે. એ પ્રજ્ઞામાંથી જન્મતે સંસ્કાર પણ લય પામી જઈને, ચિત્તની વૃત્તિમાત્ર થોભી જાય છે, –જેમ ઊંઘમાં. પછી જ્યારે જાગીએ ત્યારે તેની ખબર પડે છે. પણ ત્યારે કાંઈક જુદું જ દેખાય છે, કે જેને મીરાંબાઈએ કહ્યું છે: મી મે નયનની તે વખતે ચિત્ત પોતાનું સ્વરૂપ ખોઈ બેસે છે અને ચેતન એવા આત્મતત્ત્વમય બની રહે છે. (જુઓ સૂત્ર—તા દ્રષ્ટ: સ્વદ અવસ્થાનમ્ ) સદાકાળ વૃત્તિઓ ઊઠડ્યા કરવી એ જેનો ધર્મ છે એવું ચિત્ત તે વખતે પિતાને એ ધર્મ ત્યજે છે. અને ત્યારે અમુક જે જ્ઞાન થાય છે તે ઋતજ્ઞાન છે, સત્ય જ્ઞાન છે. અને એને સંસ્કાર પછી કઈ સંસ્કારને – સંસ્કાર માત્રને અવરોધે છે. તે જ્ઞાન કેવળ Jain Education International For Private & Personale Only

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142