Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 119
________________ ચાગ એટલે શું? ૧૮૦ શાસ્ત્રોમાં અને સતાની વાણીમાં આ વસ્તુને ભાત ભાતની અલંકાર વાણીમાં ગાઈ છે. એ ચીજ હાથ કર્યાં પછી પરમજ્ઞાન તરફ કેવી રીતે વધાય, તેના નકશે। આગળનાં સૂત્રામાં દેરી મતાન્યેા છે, તે હવે પછી. ૨૧-૩૫૧ ૪૪ ઋતંભરા પ્રજ્ઞા – ૨ ઋતંભરા પ્રજ્ઞા એટલે શું, તે વિચાર આગળ આપણે અટકયા હતા. સમાધિ દ્વારા નિવિચાર સમાપત્તિ સુધી અભ્યાસ પહેાંચે, ત્યારે તે ચિત્ત દૃશ્ય પદાર્થાંના ગ્રહણમાં એવી કેટિએ પહોંચે છે, કે જ્યાં રાગદ્વેષ ઇ॰ વચ્ચે આવતાં નથી, પણ ચિત્ત સીધું જે પદાર્થ જેવા હાય તેવા તેને જોઈ શકે એવી તટસ્થતા આવે છે. આ જ વસ્તુને ગીતાકારે ખીજી પરિભાષામાં સમજાવી છે, તે જોવાથી આ ખીના વધારે સ્પષ્ટ થશે. અ॰ ૩માં (શ્લા. ૩૬-૪૩) અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે, “ અવશ થઈને, અનિચ્છા છતાં, માણસને પાપમાં કાણુ નાખે છે?” શ્રીકૃષ્ણે જવામ આપે છે, “ રજોગુણમાંથી પેદા થતા કામ-ક્રોધ એ છે. તેનાથી માણસની જ્ઞાનશક્તિ ઢંકાય છે. તે એને શત્રુ છે અને ઇંદ્રિયા, મન અને બુદ્ધિને પેાતાનું સ્થાનક બનાવીને તેને કબજો Jain Education International ઋત’ભરી પ્રજ્ઞા-૨ ૧૮ મેળવે છે.” તેા પછી આના ઉપાય શે! ? — એ સહેજે સવાલ થાય છે. શ્રીકૃષ્ણ એને ક્રિયાયેાગ કહે છે તેમાં શરૂમાં કહે છે કે, “ શરીરમાં ઇંદ્રિયા માટી વસ્તુ છે; ઇંદ્રિયાથી મોટું મન છે; મનથી મેાટી વાત બુદ્ધિ છે. એ બુદ્ધિથી પશુ ઉપર અને મેટું એવું આત્મતત્ત્વ છે. એ તત્ત્વને જાણા તેા આ કામ-ક્રેાધરૂપી મહાશત્રુ હણાશે.” ચેાગસૂત્રકાર આ જ વસ્તુને પેાતાની જુદી પિરભાષા મારફત કહે છે. તે કહે છે કે, ઇંદ્રિય, મન, બુદ્ધિને સમાપત્તિ કે સમાધિ દ્વારા શુદ્ધ કરે; તેમ કરતાં અંતે અધ્યાત્મપ્રસાદ ' મળશે — એટલે કે બુદ્ધિથી પર એવું જે આત્મતત્ત્વ તેની પ્રતીતિ થવાથી બુદ્ધિમાં જે સ્થિરતા અને નિર્મળતા આવે છે તે મળશે. આને જ ગીતાકાર ‘ સ્થિતા પ્રજ્ઞા' કહે છે, ચેાગસૂત્રકાર ‘ૠતંમરા પ્રજ્ઞા ' કહે છે. આ પ્રકારની પ્રજ્ઞા મનુષ્યચિત્તને ઉત્તમાત્તમ આવિષ્કાર છે; તેના નિળ અને ઉદાત્ત વિકાસની ઉત્તમેાત્તમ સીમા છે. (ગીતાકાર આ દશાને ‘શમ' ‘નષ્કર્મી' ઇ પણ કહે છે.) પછીથી તેના આગળના આધ્યાત્મિક વિકાસનું સાધન તે પ્રજ્ઞા અને છે. (જુએ ગીતા, અ૦ ૬-૩.) આ પ્રજ્ઞાનું સ્વરૂપ વધારે સ્પષ્ટ કરવા માટે સૂ, ૪૯ કહે છે— श्रुत-अनुमानप्रज्ञाभ्याम् अन्यविषया विशेषार्थत्वात् ।। ४६ ।। – આ (ઋતંભરા પ્રજ્ઞા) શ્રુત તથા અનુમાન દ્વારા કામ કરતી એ પ્રકારની પ્રજ્ઞાઓ કરતાં જુદા વિષયવાળી છે, કેમ કે તેના જે અર્થ છે તે ખાસ વિશેષ પદાથ હાય છે. For Private & Personal Use Only www.jain litary ag

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142