Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 118
________________ ૧૭૮ વેગ એટલે શું? આ જ માનવ દશાનું મહા-નાટક (કે હાડમારી કહે તે તેમ) છે. વિકાસ, શિક્ષણ, કે ઉન્નતિ-જે કહો તે બધાને ઉદેશ આ કાચી-પાકી કે સાચી-ખેટી દશામાંથી આગળ જવાને છે તે એનું પ્રયોજન છે. તેથી જ યોગ એ આનું કેળવણી-દશન પણ છે, એમ કહેવામાં આવે છે. સામાન્યપણે આપણે જ્યારે કઈ વસ્તુ ભણાવીએ કે ભણીએ છીએ, ત્યારે તેને અંગે નિર્વિતક સમાધિને અભ્યાસ કરવા-કરાવવા મથીએ છીએ, કે જેથી તે વસ્તુ શી છે તેને સાફ ખ્યાલ મળે. સામાન્ય શિક્ષણમાં આ કામ વગને હિસાબે સામુદાયિક ઢબે કરવામાં આવે છે. પણ તેનું ફળ વિવાથી કેટલે અંશે પિતે તેમાં નિર્વિત સમાપત્તિ સાધી શક્યો છે, તેના ઉપર આધાર રાખે છે. એમ કરી શકનારની ગ્રહણશક્તિ સારી છે, તે ધ્યાન દઈને ભણે છે, એમ સામાન્ય ભાષામાં કહેવાય છે. અસ્તુ. - વસ્તુને અંગે નિર્વિચાર આકલન સુધી પહોંચતાં, આપણને તેને શુદ્ધ ભાવ સમજાય છે. એમ શુદ્ધ રૂપે આકલન કરતું થયેલું ચિત્ત યોગસાધનામાં આગળ કેવી રીતે વધે છે, તે હવે સૂત્ર જણાવે છે निर्विचारवैशारद्ये अध्यात्मप्रसादः ।। ४७ ।। ત્ર તંમત રત્ર પ્રજ્ઞા | | નિર્વિચાર સમાધિ કે સમાપત્તિનું વૈશારઘ આવે ત્યારે ચિત્તમાં અધ્યાત્મ-પ્રસાદ જમે છે, અને તે કાળે મનુષ્યની પ્રજ્ઞા ઋતંભરા એટલે કે સત્યશીલ કે તને સહેજે પકડનારી એવી બને છે. તંભરા પ્રજ્ઞા -૧ ૧૭૯ તર્કવિતર્ક તથા રાગદ્વેષથી સ્વતંત્ર થયેલી ચિત્તશક્તિની દશાનું આ વર્ણન છે. તેવું ચિત્ત જે કાંઈ જુએ અનુભવે, તેનું સત્ય તે તરત પારખી લઈ શકે છે, કેમ કે તે તેને અંગે ઊઠતા તર્ક-વિતક કે સંકલ્પ-વિકને વટાવી જાય છે. આવા ચિત્તમાં “અધ્યાત્મ પ્રસાદ’ હોય છે, એટલે કે આત્માની જે પ્રસન્ન નિર્મળતા કે તટસ્થતા, તે ત્યાં આગળ કામ દે છે. આ ‘અધ્યાત્મપ્રસાદ” એટલે કેઈ જાદુઈ પ્રસાદ કે કૃપા નથી. આત્મપરાયણ બનેલા મનુષ્યની ચિત્તદશાનું વર્ણન આ શબ્દમાં કર્યું છે. તે આત્માની પેઠે સમાન નિશ્ચલ હોય છે. તેથી તે દશામાં જે પ્રજ્ઞા કામ કરે છે, તે ભૂલથી પર હોય છે –“ત્રતંભરા’ બને છે. આ ચિત્તદશા “પ્રજ્ઞાક” પણ કહેવાય છે. પણ એ કોઈ દુર આભલામાં ક્યાંક રહેલો આલોક નથી. પરંતુ ઇંદ્રિય, મન અને બુદ્ધિથી શુદ્ધ અને નિર્મળ કામ કરતાં કરતાં, તે બધાથી પર એવું જે આત્મતત્ત્વ, તેની નિકટ જઈને ચિત્ત જ્યારે કામ કરે છે, ત્યારે જે સમજ કે સંપ્રજ્ઞાન થાય છે, તે ભૂમિ આ પ્રજ્ઞાક કે ઋતંભરા પ્રજ્ઞા કે સ્થિત પ્રજ્ઞા છે. છેવટે જઈને જોતાં, મનુષ્ય તેના અભ્યાસથી, તેની કેળવણીથી, તેના જીવન-પુરુષાર્થથી આ વસ્તુ સાધવા ચાહે છે. એ વસ્તુ સાધવાની રીત એ શિક્ષણશાસ્ત્ર છે, એ યોગવિદ્યા છે. એ વસ્તુ તે સ્થિર કે ઋતંભરા એટલે કે સત્યાન્વેષી સત્યશીલ પ્રજ્ઞા કે બુદ્ધિશક્તિ છે. મનુષ્યનું એ સાચું સાધન છે. તેની કુહાડી વડે તે અજ્ઞાનનું જંગલ કાપી કાઢે છે. તે દીવો થતાં અજ્ઞાનનું અંધારું જતું રહે છે. min Education Intematon For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142