Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 117
________________ ૧ . યોગ એટલે શું ? સમાપત્તિ કઈ પણ બીજ કે દશ્ય પદાર્થના આલંબન પર થાય છે, તેથી તેને “સબીજ’ કહી છે. વળી, વૃત્તિ-સંચારની અંદર જ સહજ નિરોધનું તત્ત્વ રહેલું છે. તે તત્ત્વને વિતક, વિચાર આનંદ અને અમિતાએ ચાર પગથિયાંના ક્રમે જેવા માટે પુરુષાર્થ કરે, એ સંપ્રજ્ઞાત નિરોધ (જુએ સૂત્ર ૧૭) છે. તેવી જ રીતે સમાપત્તિમાં સહજ રૂપે સમાધિનું તત્વ રહેલું છે. તે તત્ત્વને સવિતકનિર્વિતર્ક સવિચાર-નિર્વિચાર એ ક્રમે સમાપત્તિમાંથી પકડવું, એ ચારને બીજરૂપે લેવાં, એ સમાધિ માટે પ્રયત્ન છે. આમ યોગ-પરિભાષામાં નિરોધ અને સમાધિ વચ્ચે પણ ફરક રહે છે તે સ્પષ્ટ થાય છે. આ રીતે સમાપત્તિની પરિશુદ્ધિ દ્વારા સમાધિની સાધના કરતાં કરતાં આગળ વધવામાં આવે, તે ગી કઈ પાયરીએ આગળ વધે, તે હવે પછીનાં સૂત્રો ચર્ચે છે. સમાધિનો વિષય સૂકમ વિષયો પરત્વે અલિંગ અથવા પરમ મહત્ એવા આદિતત્ત્વ સુધી જાય છે, એ સૂત્ર ૪૫માં જોયું. ત્યાં નિર્વિચાર સમાપત્તિના વિષયની હદ આવે છે. અભ્યાસ તેથી આગળ જાય એટલે શું થાય, તેની રૂપરેખા હવે પછીનાં સૂત્રમાં છે. તે આવતા પ્રકરણમાં. ૧૪-૨-૫૧ ઋતંભરા પ્રજ્ઞા -૧ સમાપત્તિ અને સમાધિ વચ્ચે જે નિકટ સંબંધ, કહો કે એક રીતે જોતાં સમરૂપતા રહેલાં છે, તે આપણે જોઈ ગયા. સમાપત્તિ દ્વારા ચિત્ત ઉપર જે છબી પડે છે, તેનો ભાવ શુદ્ધ રૂપે સમજવા માટે સમાધિ કે એકાગ્ર ચિંતન-મનન સાધનરૂપ છે. કઈ પણ દશ્ય કે અનુભવ સામે આવતાં તે વિષે તક-વિતર્ક થાય છે, અને તેની જ સાથે સંકલ્પ-વિક૯પ પણ થયા કરે છે. દશ્ય વસ્તુના બાહ્ય . સ્વરૂપને સમજવા અંગે જે દુવિધા કે નકકી-ના-નક્કીના ખ્યાલ જાગે, તેને તર્કવિતક કહે છે. આ ઉપરાંત તે વસ્તુ વિષે મનમાં રાગદ્વેષ, સુખદુઃખ, ગ્રાહ્યાગ્રાધ, ઈ૦ મનેભાવો પણ જાગે છે. આ ઉપરથી મન તે લેવા કે છોડવા માટે સંકલ્પ-વિકલ્પ કરે છે. ગ-પરિભાષામાં તેને માટે વિચાર-નિર્વિચાર શદ વાપર્યો છે. આમ વસ્તુના સત્ય આકલનની ચાર દશા કે પાયરી થઈ: સવિતર્ક-નિર્વિતક, સવિચાર-નિર્વિચાર. દરેક જણ જે કાંઈ જાણે-વિચારે છે કે ઈરછના-ઇરછે છે, તેની પૂર્વે ઉપરની પાયરીમાં મને વ્યાપાર ચાલે છે. સમાપત્તિની આ પ્રક્રિયા કેઈની કયાંક અટકે અને કેઈની કયાંક અટકે એમ બને; આથી કરીને દરેકની જ્ઞાનદશા કે સમજ સાચી-ખેતી, કાચી-પાકી રહે એ પણ ઉઘાડું છે. અને જગતમાં આપણે જે જોઈએ છીએ, તે ૧૭૭. કે-૧૨ in de bonne For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142