Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 116
________________ યોગ એટલે શું? ૧૭૪ છે. અને તેથી જ સૂત્રકાર પછીના સૂત્રમાં કહે છે કે, આ સમાપત્તિઓને જ સબીજ સમાધિ કહેવામાં આવે છે. એ વિચાર આવતા પ્રકરણમાં. સમાપત્તિના વિષયની આ સૂત્રમાં બતાવેલી હદના વિચારને મળતી એક વાત સૂત્ર ૪૦માં છે તે તરફ ધ્યાન ખેંચવા જેવું છે. ત્યાં ચેાગી અંતરના વિક્ષેપોને દૂર કરવા ઉપાય! લે તે અતે તેમાં કેટલી શક્તિ આવે તે કહે છેઃ પરમાણુ-પરમ-મહેવાન્ત: અસ્ય શીવાર: || એ રીતે એકાગ્રતાના અભ્યાસ કરતા જાય તે પરમાણુ અને પરમ મહત્ તત્ત્વ સુધી તેના મનને કાપ્યું કેળવાય છે. પરમાણુ તે સૂક્ષ્મતમ ઇંદ્રિયગમ્ય સ્થૂલ પદાર્થ; પરમ મહત્ તે પદાર્થ માત્રમાં એકરસ એકરૂપ રહેલું પદાર્થ માત્રનું પરમ સૂક્ષ્મ તર્ક ગમ્ય આદિકારણ. આ જ વસ્તુ ૪પમા સૂત્રમાં ‘ અલિ’ગ’દ્વારા કહી છે; સમાપત્તિ તેટલે સુધી ગતિ કરે એ તેની અવધને અભ્યાસ છે. ૧૬-૧-'૫ Jain Education International આપી છે : * સબીજ સમાધિ સમાપત્તિના સ્વરૂપની એાળખાણ ૪૬મા સૂત્રમાં ता एव सबीजः समाधिः ॥ જે ચાર પ્રકારની સમાપત્તિ આપણે અગાઉનાં સૂત્રોમાં જોઈ આવ્યા, તે જ સખી સમાધિ કહેવાય છે. અત્યાર અગાઉનાં સૂત્રેા જોતાં જણાય છે કે, ‘સમાધિ’ શબ્દ પહેલા ૨૦મા સૂત્રમાં વપરાયા છે. ત્યાં સમાધિને વૃત્તિનિરોધ કે યેળ સાધવાના સાધન તરીકે કહી છે. તે સાધન કયું, તે અહીં સમજાવ્યું છે: સમાધિ એ સમાપત્તિ છે, એમ અહી' સ્પષ્ટ કરે છે. અગાઉની ચર્ચામાં (પ્રકરણ ૩૮) આપણે ‘વૃત્તિ’ અને સમાપત્તિ વચ્ચે શેણ ફરક છે, તે જોયું હતું. વૃત્તિ અંગે તેના નિરોધને સવાલ આવે છે; સમાત્ત એટલે કે ચિત્તની તદ્રુપતા અંગે તેની સમાધિને સવાલ આવે છે. તેથી નિરોધ વિષે ચર્ચા અગાઉ થઈ; અને સમાત્તિ અંગે હવે યાગકાર કહે છે કે એ જ સમાધિ છે For Private & Personal Use Only અને ‘નિરોધ’ને પ્રકાર કહેતાં સ’પ્રજ્ઞાત’ પ્રકાર કહ્યો, તેમ સમાધિના પ્રકાર ‘સખીજ' શબ્દથી કહે છે. ૧૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142