Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 114
________________ ૧૭૦ વેગ એટલે શું? છે. આપણે એની ચોખવટ કરી લેવી જોઈ એ. એટલે કે, શબ્દ અને અર્થને વિષે જે બે અલગ સૃષ્ટિ રૂપે ચિત્તમાં સંસ્કાર પડેલા છે, તેમને ચેસ તપાસીને શબ્દનો તેના સાચા અર્થ જોડે એગ મેળવે જોઈ એ. એમ થાય એટલે શબ્દાર્થ-જ્ઞાનને લઈને ઊઠતી વિક૯૫ વૃત્તિ શમે, એટલે સમાપત્તિની સવિતર્કતા મટે ને તેની નિર્વિતર્કતા આવે. આ દશાની સમપત્તિથી પદાર્થનું જ્ઞાન યથાતથ અને ચેકસ થાય છે. પણ પદાર્થના જ્ઞાન અંગે કેવળ સ્થૂલ બાધતા ઉપરાંત વાસના, લાગણી, ઈત્યાદિ ભાવને લઈને તેની સૂક્ષમતા પણ રહેલી હોય છે. આ સૂફમતા બતાવવા માટે યોગપરિભાષા “વિચાર” શબ્દ વાપરે છે. અને તે કહે છે કે, સમાપતિ વિતકને કારણે જ નહિ, વિચારને કારણે પણ સંકીર્ણ કે સંમિશ્ર રહે છે. આ વિચાર પણ પૂર્વની સ્મૃતિરૂપ સંસ્કારોમાંથી જાગે છે. તેમનું પણ સંશોધન થવું જોઈએ, નહિ તો સમાપત્તિ તેમની સંકીર્ણતાથી કલુષિત રહે છે, અને તેથી પણ આપણને સાચું જ્ઞાન થતું નથી –પ્રજ્ઞાનું કામ સદેષ રહે છે. વિચારોના વિકલ્પથી સંકીર્ણ એવી આ સમાપત્તિ (સવિતર્ક પેઠે) “સવિચારા” કહેવાય. અને એમાં સંશોધન થઈને વિચારોની શુદ્ધિ થયે તે “નિર્વિચાર’ બને છે. ત્યારે તે સમાપત્તિ-સ્વરૂપશૂન્ય જેવી ને ખરેખર અર્થને દર્શાવે છે. સમાપત્તિના વધારેના આ બે પ્રકારે સવિતર્ક અને નિતિક જેવા જ છે; ફેર માત્ર એટલે કે, વિતક એ ભૂલ કે ખાદ્ય વિષય સમા૫ત્તિના પ્રકાર અંગેની વાત છે, વિચાર એ સૂકમ કે અંદર ઊઠતા વિષય અંગેની વાત છે. એથી કરીને સૂત્ર ૪૪ કહે છે एतया एव सविचारा निर्विचारा च सूक्ष्मविषया રંથાત ||૪૪ -એ દ્વારા જ સવિચાર અને નિર્વિચાર સમાપત્તિની પણ વ્યાખ્યા થઈ જાય છેતે સૂફમ વિષય પરત્વે ભેદ છે એટલું જ. આમ સમાપત્તિના ચાર પ્રકારે છે. ચિત્તને થતા જ્ઞાનની પ્રક્રિયા પરત્વે તે ભેદે છે. આ પ્રક્રિયામાં ભૂલે થવાનું કારણ સ્મૃતિની કે સંસ્કારોની અશુદ્ધિ કે અસ્પષ્ટતા છે. તે દૂર કરવામાં આવે તો જ જ્ઞાન પ્રક્રિયા ત્રઋત- કે સત્ય- વાહક બની શકે. અને આવું દરેક વાતે બનવું જોઈએ. અમુક બાબતમાં બરાબર હોય અને અમુકમાં ન હોય, એમ બને છે. તેથી કોઈ સર્વજ્ઞ નથી એમ કહીએ છીએ. પરંતુ ખરું જોતાં એનો અર્થ એટલે જ છે કે, જે જાણવાનું કે અનુભવવાનું આવે છે, તે જાણવા કે અનુભવવા માટે જે ચિત્તરૂપી એકમાત્ર સાધન છે, તે સર્વ જગાએ સરખું સાચું કામ કરતું નથી. તેથી જ કાંઈક બરોબર જાણીએ છીએ ને કાંઈક બરાબર નથી જાણતા. પણ ચિત્તનું સાધન જે પરિશુદ્ધ કરીએ, તો જે જે આપણને જાણવાનું આવે કે જાણવા માગીએ, તે * ચિત્તલય, ચિત્તવૃત્તિનિરોધ, ચિત્તનાશ, ચિત્તશુદ્ધિ, નિર્વાણ ઈત્યાદિ પરિભાષા ચિત્તની આ પરમ શુદ્ધ ગ્રહણશક્તિની દશા બતાવવા જુદે જુદે સ્થળે વપરાય છે. min Education interna For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142