Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 113
________________ ૧૬૮ આ વેગ એટલે શું? સૃષ્ટિના વિજ્ઞાનના સવાલોમાં લઈ જાય. આ બંને બાબતે – શબ્દ અને અર્થ – પિતાપિતાની રીતે આપણને સમજાય: એટલે આપણું જ્ઞાન ચિત્તની જ્ઞાન-પ્રક્રિયાના સવાલોમાં આપણને લઈ જાય છે. આ ત્રણેના રાહ જુદા; તેમના કાયદા જુદા; તેમનાં લક્ષણો જુદાં. આથી કરીને કે ગૂંચવાડે ઊભે થાય, એ કલ્પી શકાય એમ છે. અહીંયાં વેગ-ફિલસૂફીની એક બાબત તરફ નિર્દેશ કહેવો જોઈએ. યોગ માને છે કે, શબ્દ અને તેનો અર્થ બને ચિત્તથી નિરપેક્ષપણે હયાત છે. વેદાંત પેઠે તે એમ નથી કહેતો કે, “યા ટુfre: તઢા વૃષ્ટિ: ' બધું ચિત્તને ખેલ હઈ માયા છે, એમ યોગમાં નથી સ્વીકાર્યું. તે ચિત્તને સ્વતંત્ર પદાર્થ તરીકે માને છે; ન માને તો યોગ વાત શાની કરે? ચિત્તને સુધારીને કેવળજ્ઞાન મેળવવા યોગ્ય બનાવવું કઈ રીતે, એ યોગશાસ્ત્રનો વિષય છે; એટલે ચિત્ત પદાર્થને તે તે સ્વીકારે જ ને? સરમા સૂત્રમાં જ્ઞાન” કહે છે તે ચિત્તને થતા સંપ્રજ્ઞાનને અનુલક્ષીને છે. " આવું સંપ્રજ્ઞાન કે વિશેષ જ્ઞાન (ગભાગ્યકાર અને માટે ‘વિજ્ઞાન” શબ્દ વાપરે છે.) થવામાં કારણરૂપ બે મોટી બાબત છે– ૧. પદાર્થ પિોતે, ૨. શwદ. આ બે જુદાં માનવામાં યોગની સૂક્ષ્મ દૃષ્ટિ રહેલી છે. કેવળ શબ્દથી પણ ચિત્તમાં ખરું ખોટું જ્ઞાન થઈ શકે છે. શદ અર્થના પ્રતીક કે સંજ્ઞા રૂપે કામ દે છે. પણ તેથી તો તે અર્થથી જુદા પડે છે. કહીએ કાંઈને સમજાય કાંઈ વાંચીએ કોઈને સમજીએ કાંઈ એમ બને જ છે. શબ્દની અર્થવાહકતા સમાપત્તિના પ્રકાર છે, પણ તેનું ગ્રહણ કરવામાં ગૂંચવાડો થઈ શકે. તેથી ગકાર સમાપત્તિની અંદર ત્રણ કારણે કહે છે –૧. શબ્દ, ૨. અર્થ પિોતે, ૩. ચિત્તને થતું જ્ઞાન કે સંપ્રજ્ઞાન. આ ત્રણ બાબતોમાં અસ્પષ્ટતા કે અચેકસાઈ હોય, તે દશામાં સમાપત્તિ થાય, તેને સવિતક કહી છે. કેઈ વસ્તુ કેવળ શબ્દ જાણીએ, અથવા તે વિષે વાંચીએ કે કોઈ અનુભવીએ કહેલું તે જાણીએ; આમ જાણીને તે વિષે અનુમાનથી આપણે ઘણી વાતોનું જ્ઞાન મેળવીએ છીએ. જ્ઞાનને આધારે વળી વિશેષ જ્ઞાન મેળવતા રહીએ છીએ. આથી કરીને સારી પેઠે ગૂંચવાડો થઈ શકે છે. તે દર કરવો જોઈએ. ત્યાર પછી જ સમાપત્તિ ચેvખી બની શકે. એવી સમાપત્તિને નિર્વિતક કહી છે. તે સૂત્ર આમ છે – स्मृतिपरिशुद्धौ स्वरूपशून्या इव अर्थमात्र निर्भासा નિવૃત || ૪૩ !! - સ્મૃતિ પરિશુદ્ધ થાય – એટલે કે શખદ અને અર્થ વિષે મનમાં ઊઠતા તકલિંકે કે વિક૯પે શમી જાય, એટલે સમાપત્તિ ચેકસ થઈને કેવળ ગ્રાહ્ય વસ્તુના સ્વરૂપની જોડે તદાકાર બને અને એમ થવાથી માત્ર તે અર્થ કે પદાર્થને જ બતાવે, ત્યારે તે નિર્વિતક સમાપત્તિ કહેવાય છે. તેમાંથી સાંપડતું સંપ્રજ્ઞાન પદાર્થને બરાબર ચોકસ બતાવનારું હોય છે. આમ, ગ્રાહ્ય પદાર્થનું બાહ્ય ગ્રહણ કરવામાં, સ્મૃતિવૃત્તિ જે કામ કરે છે, તેથી પ્રથમ સવિતર્કતા ઊભી થાય For Prve & Personale Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142