________________
યોગ એટલે શુ?
*ર
દશામાં ચિત્તને રાખવું ાય તેા પહેલું તે તે દશાનું કાંઇ કે સ્વરૂપ કે તે વિષે કામચલાઉ ખ્યાલ હોવો જોઈ એ. આ પ્રશ્નને ઘેાડા પ્રાથમિક વિચાર-૧૭થી ૨૦ સૂત્રમાં ટૂંકમાં થયા છે. અને તે પછી, આગળ તેને વધુ વિચાર કરવા જતા પહેલાં, નિરોધનેા બીજો ઉપાય જે ઈશ્વરપ્રણિધાન છે, તે વિષે વચ્ચે કહી લીધું (સૂત્ર ૨૩થી ૩૯). અને પાછું અભ્યાસનું પ્રકરણે આગળ ચલાવ્યું, જેમાં અભ્યાસનું એક પ્રયેાજન બતાવ્યું કે, અંતરાયેા નિવારવાને માટે તેની જરૂર છે, તે માટે શું કરવું. (સૂત્ર ૩૦થી ૪૦).
પણ, અંતે અભ્યાસનું ખરું કામ તે ચિત્તને નિરાધદશામાં રાખવાનેા સતત પ્રયત્ન કર્યા કરવા, એ છે. એટલે એ શું છે અને એમ શી રીતે કરવું, એ મુખ્ય સવાલ અને છે. સૂત્ર ૧૭થી ૨૦ અને ત્યાર ખાદ સૂત્ર ૪૧થી ૫૧ (એટલે પાદના અંત) સુધી આ વિષય ચાલે છે.
આમ ટૂંકમાં, વચ્ચે છેાડેલાં સૂત્રાના અનુબંધ છે. હવે એ સૂત્રેા જોઈએ. પ્રથમ ૧૭,૧૮ જોઈ એ ઃ—
વિતર્ક-વિચાર-બાર્નર-સ્મિતાનુમાર્ સંપ્રજ્ઞાત: ||૨૦૧૭ विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषः अन्यः ॥ १८ ॥
આ એ સૂત્રેાને પૂર્વાપર સંબંધ સૂત્ર ૨ જોડે છે. સંપ્રજ્ઞાત: અને અન્ય: શું ? ‘સ’પ્રજ્ઞાત’ અને ‘અન્ય’ વિશેષણાને વિશેષ્ય શબ્દ કયા ? કેટલાક અકારે ‘સમાધિ:' એવા અધ્યાહાર કલ્પીને સમાધિ વિશેષ્ય છે, એમ બતાવે છે. મને લાગે છે કે, વધારે સીધું સરળ એ છે કે, તેને વિશેષ્ય
Jain Education International
સમજ્ઞાનનું માનસશાસ્ત્ર
૧૩.
ખીજા સૂત્રને ‘નિરોધ’ એ શબ્દ ઘટાવવા જોઈએ.* સૂત્રોને પ્રવાહ જોતાં પણ એ જ ચેાગ્ય લાગે છે.
બીજા સૂત્રમાં ‘નિરોધ' કહ્યા પછી તેના સ્વરૂપ વિષે આગળ ખચાન કરતાં આ એ સૂત્રો કહે છે કે, તેના એ પ્રકાર છે—૧. વિતક', વિચાર, આનંદ અને અસ્મિતા એ ચારના અનુગમનથી જે નિરૈધ થાય છે તે એક નિરાય, જે સંપ્રજ્ઞાત કહેવાય છે. ર. અને ચિત્તના વ્યાપારમાં રહેલી એક જે વિરામદશા છે તેના પ્રત્યયને અભ્યાસ કરતાં કરતાં જે બીજા પ્રકારને નિરોધ થાય છે, કે જેનું સંપ્રજ્ઞાન તેનેા સંસ્કાર શેષ રહી જવાથી થાય છે, તે બીજે નિરાળે છે. કેટલાક લેાક આ બીજાને ‘સંપ્રજ્ઞાત’થી અલગ પાડવા ‘અસ’પ્રજ્ઞાત' કહે છે. પરંતુ તે પદ સૂત્રકારનું નથી. તે તે એમ સૂચવે છે કે, તેનુય જ્ઞાન એટલે કે ભાન તેા થાય, પણ તે સંસ્કારશેષ છે: એટલે કે, વિરામપ્રત્યયના અનુભવ-કાળે તેની ખબર નથી પડતી, પણ ત્યાર પછી તેને સંસ્કાર જે રહે છે તે પરથી તે જણાય છે. જેમ કે ઊંઘ, ઊ ંઘતી વખતે ઊઘની ખબર નથી પડતી, પણ ઊંધીને ઊંચે તેની સ્મૃતિ પરથી જણાય છે કે, સરસ ઊંઘ આવી કે કેવી આવી.
* ‘ સમાધિ ' ન ઘટે તેનું એક કારણ સૂત્ર ૨૦ પરથી પણ મળી. શકે. ૧૭, ૧૮ પેઠે ૧૯, ૨૦ સૂત્રમાં પણ એ જ શબ્દના અધ્યાહાર છે. જે - સમાધિ ’ અધ્યાહાર લઇએ, તેા ૨૦મા સત્રમાં જે ‘ સમાધિ ’ પદ આવે છે તે તેની સામે જાય. નિધ અધ્યાહારથી આ દોષ આવે નહિ અને ચાલુ પ્રકરણના પણ્ અનુબંધ બરાબર મળી રહે.
For Private & Personal Use Only
www.jainelibrary.org