Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 99
________________ યોગ એટલે શું? નાનામાં નાનો એ પરમાણુ, ત્યાંથી માંડીને મોટામાં મોટું એવું જે પરમ મહત્ત્વ, ત્યાં સુધી તે ગતિ કરી શકે; સૂક્રમમાં સૂકમ એવા પરમાણુથી માંડીને સ્કૂલમાં સ્કૂલ પદાથે કે ભાવને (અથવા પદાર્થ માત્રના પરમ સૂકમ આદિકારણ મહતું તત્ત્વ સુધી) વિચાર કરવામાં તે ચિત્ત વિચરી શકે છે. મતલબ કે, આપણું જે ચિત્તતંત્ર છે, જે વડે આપણે બધે વ્યવહાર ચાલે છે, જે વડે આપણે જ્ઞાનવિજ્ઞાન પામી શકીએ એમ છીએ, તે આપણું પરમ અંતઃકરણ કે આંતર સાધન પૂરેપૂરું કાર્યક્ષમ બને છે. મનુષ્યનું પરમ એજાર એ છે; તે જોઈએ તેવું તીણ અને તૈયાર બને છે. આવા ચિત્તથી જ વૃત્તિ-નિરોધને અભ્યાસ કરી શકાય. આવું સમર્થ કે સબળ અને અપ્રતિહત ચિત્ત નિર્મળ હશે, કુશાગ્ર હશે, જીવનવિચારને વિષે એકાગ્ર હશે. તેવું બન્યા વગર ચિત્ત તેને ચરમ અભ્યાસ, જે વૃત્તિનિરોધનો છે, તે નહિ કરી શકે. હવે પછી સૂત્રકાર આ વૃત્તિનિરોધના ચરમ અભ્યાસની પાયરીનું નિરૂપણ કરે છે. તે જોઈએ તે પહેલાં સૂત્રકારે સૂત્ર ૧૭થી ૨૦માં વૃત્તિનિરોધ વિષે જે થોડુંક બયાન કર્યું છે, તે જોવું જોઈએ, કેમકે એ સૂત્રો આપણે વચ્ચેથી મૂકીને આગળ ચાલ્યા છીએ. એ ચાર સૂત્રોમાં વૃત્તિઓના નિરોધના બે પ્રકારો છે, એ બતાવ્યા છે, અને એ નિરોધને સાધનારા બે વર્ગો નોખા છે તે કદ્યા છે. એ વિવેચન હવે પછીના પ્રકરણમાં. ૧૦-૯-૪૯ ૩૪ સંપ્રજ્ઞાનનું માનસશાસ્ત્ર ગયા પ્રકરણમાં આપણે ૪૦માં સૂત્રને અર્થ જે હતું અને અંતે કહ્યું હતું કે, ૧૭થી ૨૦ એ ચાર સૂત્રો વચ્ચેથી છોડીને આપણે આગળ ચાલ્યા છીએ, તે હવે જેવાં જોઈશે. કારણ કે, ૪૦માં સૂત્ર પછી જે પ્રકરણ આગળ ચાલે છે, તેને આ વચ્ચે મૂકેલાં ચાર સૂત્રો સાથે અમુક સંબંધ છે. અત્યાર સુધીમાં જોયેલાં સૂત્રોનો વિષય ઊડતી નજરે જોઈ જવાથી, હવે પછીનાં સૂત્રોમાં જે પ્રકરણ નીકળે છે, તેને અનુબંધ વધારે વિશદ થશે. - યોગ એટલે ચિત્તવૃત્તિનિરોધ (સૂત્ર-૨) એમ જણાવીને, (સૂત્ર પથી ૧૧માં) વૃત્તિઓ કેટલી અને કઈ કઈ છે. તે કહ્યું. પછી નિરોધ કરવાનો ઉપાય અભ્યાસ અને વૈરાગ્ય છે, એ કહ્યું સૂત્ર ૧૨થી૧૬). આગળ કહ્યું કે, અભ્યાસ એટલે ચિત્તને નિરોધની દશામાં રાખવા પ્રયત્ન કરવો તે (સૂત્ર ૧૩). આવો પ્રયત્ન લાંબા વખત સુધી અને નિરંતર કર્યા કરવો જોઈએ; તથા પ્રેમ અને ઉત્સાહથી થાય, તે અભ્યાસ દૃઢ થઈ જાય છે (સૂ૦ ૧૪). આટલે સુધી વિચાર કર્યા પછી સહેજે જે આગળ સવાલ નીકળે તે એ કે, નિરધદશામાં ચિત્તને રાખવાને અભ્યાસ કરવો તે કેવી રીતે ? નિરોધદશા એટલે શું? તે ૧૪૧ Forte Person Only

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142