Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 101
________________ વેગ એટલે શું? એટલે ચિત્તની વૃત્તિ રોકાઈને સ્થિર બને છે તે બે રીતે—એક રીતમાં તેનું ભાન રહે છે અને બીજો એવો પ્રકાર પણ છે કે જેની ખબર તે વખતે નથી પડતી, પરંતુ ત્યાર પછી તેના પહેલા સંસ્કાર પરથી પડે છે. આપણે શરૂમાં જ જોયું હતું કે, ચિત્તના ધર્મોમાં નિરોધ પણ એક તેનો ધર્મ છે. ચિત્ત ચંચળ હાલ્યા જ કરે છે એવું નથી. એના હલનચલનમાં અને તેના કાર્યમાં અમુક રીતે તેણે થોડી વાર પણ સ્થિર કે એકાગ્ર અથવા વૃત્તિરહિત શાંત વિરામવાળું થવું, એ પણ બન્યા કરે છે. ચિત્તનો વ્યાપાર એક અજબ પ્રક્રિયા છે. સંપ્રજ્ઞાન થવું એ તેનું ફલ છે. પણ એમાં જ માનવચિત્તને આખો જાદુ રહેલો છે. છેવટે જોતાં, યોગ આ ભેદને પામવા માટે છે. તેને માટે તે ચિત્તની પ્રક્રિયાને ઝીણવટથી તપાસે છે. આ બે સૂત્રોમાં એ પ્રકરણ આવે છે. યોગ કહે છે કે, ચિત્તવ્યાપારની અંદર ચાર મુખ્ય પાયરીઓ કે આકલનની કક્ષાઓ રહેલી છે. તે છે વિતક, વિચાર, આનંદ અને અસ્મિતા. યોગશાસ્ત્રની માનસવિદ્યાને આ વિષય છે. ચિત્ત કઈ પણ વસ્તુનું આકલન કરે છે તેની પ્રક્રિયાનો ક્રમ છે, તેમાં ચાર નિરાળાં અંગ રહેલાં છે, એમ તે બતાવે છે. દાખલે લઈને જોઈ એ. સામે પડેલા પુસ્તક પર નજર ગઈ. આ એક વ્યાપારને ચકાસી જોઈએ તે, ભૌતિકશાસ્ત્ર કહેશે કે, સૂર્યના કિરણના અમુક પ્રકાશકાયને લઈને મારી જોવાની ઇન્દ્રિય સતેજ થઈ પિતાનું કામ સંપ્રજ્ઞાનનું માનસશાસ્ત્ર ૧૪૫ કરવા લાગી. ઇદ્રિય ન હોય કે સારી ન હોય, તે આ વ્યાપાર ન થઈ શકે. ઈદ્રિય સાબૂત હેય ને બીજાં સહાયક કારણે બરાબર હોય, તો આપણે સામેના પદાર્થનું ગ્રહણ કરીશું. જેમ કે, આપણને સામે પુસ્તક છે એમ દેખાશે. પણ અહીં એક વધુ વિચાર કરવા જેવો છે. આપણે નક્કી કર્યું કે સામે પુસ્તક છે. ધારો કે એક નાનું બાળક છે. તેય તેને જોશે, પણ તે પુસ્ત છે એમ નહિ, “કાંઈક છે એટલું જ જોશે. નાનું હશે તો ખેંચશે, તેડશે ફાડશે, મોંમાં ઘાલશે, ઈત્યાદિ. આ દ્વારા તે બાળક એ વસ્તુનું ગ્રહણ કરવા મથે છે. એ બાળક પણ જે સાકર, પૂરી, કે ફળ ઇત્યાદિ ઓળખતું હશે, તો પુસ્તક એમાંનું કશું નથી એવું તે જાણશે. મતલબ કે, એ નવો પદાર્થ પિતે જે પદાર્થો જાણે છે તે પદાર્થોમાને છે કે નહિ, ને નથી તો તે શું છે, એ જોવા માટે એ બાળકનો ચિત્તવ્યાપાર ચાલશે. આપણે મોટેરાઓ પણ આ રીતે જ પદાર્થોને ઓળખતા થયા છીએ. જો કે પછીથી તેમના વાચક દ્વારા ભાષા ખીલવી શબ્દથી પણ તેમને ઓળખતા થઈ એ છીએ; અને પછી તે કેવલ શબ્દથી પણ અર્થે મનમાં કપીને વિકલ્પવૃત્તિથી પણ કામ લઈએ છીએ; પણ એ એક નિરાળે વિષય બની જાય છે. આ પ્રકારે સ્થલ પદાર્થને ગ્રહણ કરવાને જે પ્રાથમિક ચિત્તવ્યાપાર તે જીવત છે. તે દ્વારા આપણે ઇંદ્રિય વડે સ્થલ પદાર્થોનું માત્ર ગ્રહણ કે આકલન કરીએ છીએ. Jain Education International Forte Personal use only

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142