Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 93
________________ ૧૨૮ વેગ એટલે શું? ભક્તિભાવ ધરવાથી આપણે તેવા બનતા થઈએ. સત્સંગ, સત્સવા કે સત્ આદશને એ મહિમા છે. અંતરાયોમાં માટે અંતરાય અવિરતિ કે વિષય ભણી મને દેડયા કરવું તે છે. કેટલીય પીડા મન આવું હોવાથી જ થાય છે. એટલે, જેટલા પ્રમાણમાં માણસ વૈરાગ્ય સાધે છે, તેટલા પ્રમાણમાં તેનું ચિત્ત આપોઆપ એકાગ્ર થાય છે. તેથી યોગાભ્યાસમાં વૈરાગ્યદ્રષ્ટિ કેળવવી એ એક તેનું અંગ છે. અને આ અંગ એટલું બધું પ્રબળ છે કે, જે પરમ વૈરાગ્યદૃષ્ટિ પામીએ તો તે પિતે જ ચિત્તનિરોધ કે યોગસિદ્ધિનું સાધન બને; – સૂત્ર ૧૨માં તે આપણે જોઈ ગયા : અભ્યાસ-વૈરાગ્ય નિરોધઃ | . વળી, અનેક અંતરાયોનું મૂળ કારણ જે ઊંડા ઊતરીને તપાસીએ, તે કોઈને કોઈ રાગ કે દ્વેષ યા આસક્તિ હોય છે. અને આનું કારણ આપણી ખોટીખરી અણસમજ કે અવિવેક હોય છે. તેથી કરીને અભ્યાસ કરીને છેવટે તે આપણે એ અવિવેક કે તજજન્ય રાગ કે આસક્તિ હઠાવવાની છે. એ અભ્યાસ આ ૩૭માં સૂત્રમાં કહે છે. પરમ વૈરાગ્ય મેળવવા માટે યોગ્ય સમજ કે સાચું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન આ છે. ઊંડે જઈને તપાસીએ તે, જે જે કામ આપણે કરીએ તે દરેકમાં આપણને કેટલેક નકકર અનુભવે મળે છે. આ અનુભવને આપણે અંતર્મુખ બનીને તપાસતા કે સમજતા નથી હોતા; તેમાં મન પરોવતા નથી. (આને વિચારમય જીવનનું બળ ૧૨૯ જ પ્રમાદ કહે છે, જે એક અંતરાય ગણાય છે). પરંતુ એ કરવા જેવું છે. તે જ માણસ વિકાસ સાધે છે. એ પ્રકારનું ચિંતન અને મનન કરવું, તથા એવી અંતર્મુખતા કેળવવી. તે તે મારફતે ચિત્ત વિચારપૂર્વક વર્તવા માટે ટેવાય છે. સાચો વિચાર પણ એ જ રસ્તે આપણામાં જાગે છે; એ કાંઈ બહારથી નથી આવતો. આવો નિત્ય અભ્યાસ જે રાખીએ, તો ચિત્ત નમ્ર બનતું જાય છે અને વિષયો ભણી કેવળ રાગદ્વેષથી તણાઈન જતાં, – ગીતાકાર કહે છે તેમ, વાયુનનિવાસ, પાણીમાં વાયુને આશરે પડેલી નાવડી જેવા તેના ઘાટ ન થતાં, તે પિતાની જે દિશા હોય તે તરફ વિચારપૂર્વક જઈ શકે એવું બને છે. વિચારમય જીવન જેને કહેવામાં આવે છે તેને અભ્યાસ તે આ વીતરાગવિષય ચિત્ત કરવાનો પ્રયત્ન છે. સદ-વિવેક જેને કહેવાય છે તે પણ આ અભ્યાસનું ૨૫-૪-૬૯ છે Forte & Personal use only


Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142