________________
ચિત્તની ભૂમિકાઓ વૃત્તિવિચારમાં સ્વપ્ન અને મૂછનું સ્થાન ક્યાં છે એ વિચારે આપણે ગયા પ્રકરણમાં અટક્યા હતા. આ વિચારવા માટે આપણે ચિત્તની ભૂમિકાઓ વિષે જોવું જોઈશે.
વૃત્તિઓ દરેક ચિત્તમાં ઊઠવ્યા કરે છે; પરંતુ જેવું ચિન તે પ્રમાણે તે ઊઠવાના પ્રકારમાં ફરક પડે છે. વાંદરા જેવા ચંચળ ચિત્તમાં અને એકાગ્ર ચિત્તમાં ફરક છે, તે વૃત્તિઓનો નથી, પણ તે તે ચિત્ત જે ભૂમિકામાં રહીને કામ કરે છે તેને ફરક છે. ચંચળ ચિત્ત દોડાદેડ કર્યા કરે છે; એકે વિષય પર ઠરતું નથી, - ઠરે છે તો જરા વાર થયું ન હયું ને ઊડી જાય છે. એથી ઊલટું જ એકાગ્ર ચિત્ત વર્તે છે. બેઉમાં જે વૃત્તિઓ ઊઠે તે તે પિલા પાંચ જ પ્રકારની છે. તેમાં કાંઈ ફરક નથી પડતો. પરંતુ ફરક છે તે તે ચિત્તભૂમિમાં. બીજ એક હોય છતાં જમીનના ભેદે તે ઓછુંવત્ત ફૂલેફાલે એના જેવો કે પાત્ર પ્રમાણે પ્રવાહીનો આકાર થાય છે તેવો આ ફરક છે.
આવી ચિત્તભૂમિઓ યોગાચાર્યો પાંચ ગણાવે છે – ૧. ક્ષિસ, ૨. મૂઢ, ૩. વિક્ષિત, ૪. એકાગ્ર, પ. નિરુદ્ધ.
ક્ષિત ચિત્ત સાવ અસ્થિરને કહે છે. તેવું ચિત્ત વૃત્તિના વિષયોમાં આપોઆપ જાણે ફેંકાયા કરે છે. જાણે કે તેમાં કશું જાગ્રત નિયમન જ ન હોય !
ચિત્તની ભૂમિકાએ પરંતુ આ ચિત્તભૂમિમાં વર્તનાર માણસને તે દોડાદેડીની ખબર રહી શકે છે. તેની એ વૃત્તિઓ દોડતાં છતાં સ્મૃતિપટ પર પહોંચે છે. જોકે, એમ બને કે, ભાનપૂર્વક તેમને બધાને યાદ કરી ન શકાય. પરંતુ ક્ષિપ્ત ચિત્ત એવી રીતે ભાગ્યે જ યાદ કરવા તકલીફેય લઈ શકે છે.
ઓછો કે વત્તો સમય અને કોક કોક વાર દરેકને ક્ષિત ચિત્તના આવા વર્તનને અનુભવ તો હશે.
પરંતુ ચિત્તની બીજી મૂઢ ભૂમિકા એવી છે કે તે વર્તે ત્યારે ચિત્તમાં શું ચાલે છે તેને આ કશે પ્રત્યય પણ આપણને નથી પડી શકત; જાણે કે સ્મૃતિનો ત્યાં બ્રશ - નાશ થઈ જાય છે. મૂછ # આ દશાની ઘટના છે. મૂછનું મૂળ લક્ષણ એ છે કે, તેને વશ થનાર માણસને પોતાને તેની ખબર ન પડે; સામે માણસ તેને કહે કે,
ભાઈ તું તમ્મર ખાઈને પડ્યો હતે. ને તેને અમુક મિનિટ થઈ, ત્યારે તેને ખબર પડે છે. અને તેય પણ એ વસ્તુ તે જે પિતાની યાદદાસ્તમાં ખેળવા જશે, તો ત્યાં નહિ જડે. એટલ, મૂછ એ અનુભવ છે કે જેને વૃત્તિ વિષય નથી કરી શકતી; જાણે કે ચિત્તની ચાલુ ગાડી એકદમ (કોઈ ને કોઈ રોગ કે આવેગ યા આઘાત કે
* આ મૂછ કે મૂઢાવસ્થાને એક પ્રકારને અસં'પ્રજ્ઞાત નિરોધ કહી શકાય. તે નિધિ પાદ ૧, સૂત્ર ૧૮માં કે ૨૦માં કહેલે અસં'પ્રજ્ઞાત નિરોધ નથી, પરંતુ સૂ૦ ૧૯માં બતાવેલ “જિંબસિયાનામ્ નથઇચય: ' નિધ ગણ જઈ એ. આ અસંપ્રજ્ઞાત નિરોધની ચર્ચા આગળ ઉ૫૨ અલગ કરી છે. ટૂંકમાં ઈશારે કરવા પૂરતી આ નોંધ અહીં મૂકી છે.
For Private Personale