Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ યોગ એટલે શુ? ૬૬ અનેકવિધ એ વિષયા અંગેના વશીકારથી જુદા પાડીને પરમ વૈરાગ્યને વર્ણવતાં કહે છે કે, तत् परं पुरुषख्यातेः गुणवैतृष्ण्यम् ।। १६ ।। - જ્યારે પુરુષતત્ત્વનું જ્ઞાન થાય છે — પ્રકૃતિથી પુરુષ ભિન્ન છે એમ ખરેખર સમજાય છે, ત્યારે તે વૈરાગ્ય પરમ શ્રેષ્ઠ પદે પહોંચે છે. હ ંમેશાં તા વિષયે અને મન વચ્ચે ખેંચાખેંચી જ રહે છે; તેથી હર ઘડીએ મનમાં આપણે દોષદશન કરી કરીને વસ્તુએની ખરી સમજ જગવતા રહેવું પડે છે. આવેા અભ્યાસ સતત ચાલે છે, ત્યારે છેવટે જડ અને ચેતન વચ્ચે જે મૌલિક ભેદ છે, તેને વિવેક ચિત્તમાં જાગે છે. જેમ કે, જેને આ દેશની પરદેશી સરકારની અશુભતા વિષે પાકે ખ્યાલ બંધાયા, તે સ્વપ્ન પણ તેની સેવા કે સહકારમાં જવા જાતે કરીને મન નહિ કરે. તેને સરકાર વિષે પાકુ ‘ગુણવૈતૃષ્ય ' થઈ ગયું. તેમજ ચિંતન-મનનના લાંમા અભ્યાસ અને અનુભવે જેણે જોયું કે, પુરુષ કે ચેતન એ જ સત્ય સનાતન છે, અને પેાતાના ત્રણ ગુણ્ણા દ્વારા ખેલતી આ વિશ્વની પ્રકૃતિ તેા છે-નથી, તે માણસ પછી તેનાથી ભરમાતા મટે છે. કેમ કે જ્ઞાન કે સમજની એક એવી પરમ જગાએ તે પહોંચે છે કે જ્યાં તેને અજપા કે અવશતા ડરાવી કે ડગાવી શકતાં નથી. આ જ પરમ દૃઢ વૈરાગ્ય છે. ગીતાકારે તેની શૈલીમાં આ વાતને આમ વર્ણવી છે— विषयः विनिवर्तन्ते निराहारस्य देहिनः । Jain Education International અભ્યાસ અને વૈરાગ્ય-૨ ૬૭ માણસ (વિષયારૂપી) આહાર લેવાનું બંધ કરે તે તેના વિષયા ટળે છે તેા ખરા. એવા સતત દેષદર્શનની ચમરીથી તે મગતરાં ઊડી જાય છે. અને સામાન્ય મનુષ્યે એ જ કામ કર્યા કરવાનું છે. પણ તે સમજે કે, વિષયાનું મૂળ ચિત્તના રસ છે; અને — रसवर्ज रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ।। अ० २,५९ ।। આ રસ પણ મૂળગેા ત્યારે જ જાય કે જ્યારે પરમ તત્ત્વનું દર્શન થાય. સૂત્રકાર આને જ ‘પુરુષખ્યાતિ ' હે છે. અને એને જ ‘જ્ઞાન ' પણ કહેવામાં આવે છે. એટલે થયું એવું કે, અભ્યાસ કરવાના છે તે સાચા વૈરાગ્ય મેળવવા માટે; અને તે માટે સાચી સમજ કે ષ્ટિ કેળવવી જોઈ એ. તે સમજ છેલ્લી અવિધએ કયારે પહોંચે ? કે જ્યારે પ્રકૃતિ-પુરુષના નેાખાપણાને વિવેક જાગે. આ સમજ વગર વૈરાગ્ય નથી, અને વૈરાગ્ય વગર અભ્યાસ કેવે? આમ ટૂંકમાં આ બે સાધનેા મળીને ચરમમાં ચરમ પુરુષાની પણ સિદ્ધિ કરાવી આપે એવાં પ્રમળ છે. અને એ જ કઈ પણ સાધનાનાં બે શસ્ત્રશુદ્ધ અગ છે—— ૧. શું સાધવું છે તેની સ્પષ્ટ સમજમાંથી જન્મતે અન્ય ખાખત વિષેના વૈરાગ્યરૂપી વશીકાર. ૨. આ વશીકારથી સજ્જ થઈ, જે સાધવું છે તેની પાછળ મંડચા રહેવાને અભ્યાસ. વાચકે જોયું હશે કે, આમાં શું સાધવું છે તેને સ્પષ્ટ હકારાત્મક ઉલ્લેખ નથી; તે અનુસ્મૃત રાખ્યું છે. એના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142