Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
યોગ એટલે શુ‘?
२२
કરતી હોય તે તે શકાય ખરી? અહી' આગળ રોકવાના અથ એવે કરીએ કે, સદાકાળને માટે, તેા તેા કહી દઈએ કે, એ અશકય છે; ચિત્તપ્રકૃતિના ધમથી જ એ તેા વિરુદ્ધ છે. પરંતુ અમુક ઢબે, અમુક કાળ, અમુક પ્રયેાજનને સારુ તેમને વાળવી, કેળવવી, રાકવી, એમ તેનેા અર્થ હોય, તે એ અશકય નથી. અલ્કે યેાગશાસ્ત્ર એ જ કરવાનું કહે છે; એ જ એનું પ્રયાજન પણ છે.
એક દાખલા લેા — એ જ પાણીની સપાટીને. પાણીની સપાટી પરનાં મેાજાં સદાકાળ ઊઠે છે; પણ આપણે કલ્પી શકીએ છીએ કે, બધાં એક સ્થિર અને આત્ય ંતિક સપાટ જલભૂમિકાની ઉપર જ ઊડ્યા કરે છે. આ જલભૂમિકા ભલે દેખાય નહિ, છતાં તે છે જ એમાં શંકા નથી.
અને તે ન જ દેખાય એમેય નથી. એક મેાજુ કલ્પે।. તે ટાર્ચ પહાંચે છે; તે જ નીચે ઊતરે છે. નીચે ઊતરી ટાચની ઊલટી જગાએ ખાડામાં જાય છે. આ એ ગતિએ કરતી વખતે વચમાં તે પેલી આદશ સમાન સપાટ ભૂમિકામાંથી પસાર થાય જ છે. તે વિના મેાનું સંભવી જ ન શકે. એને સમય ક્ષણિક છે; પણ ક્ષણને માટે તે છે એમાં શંકા નથી. વિજ્ઞાનનાં વમાન સાધનેા વડે એને જોઈ પણ શકાય. અને એ પણ યાદ રાખવું જોઈ એ કે, એક જ સ્થાને એકસાથે એ મેાા' નહિ ઊડી શકે.
બીજો એક દાખલા લઈ એ – સિનેમાનું ચલચિત્ર. બધી ખાન્તુથી અ'ધારાની અંદર, આત્મા જેવી જ્યેાતરૂપ વીજળીને દીવા પડદા ઉપર પ્રકાશભૂમિ પાડે છે. આ સ્થિતિ
Jain Education International
વૃત્તિનો નિરોધ
સિનેમાની મૂળ ભૂમિકા છે. પર તુ એ પ્રકાશપને કેાઈ ચલચિત્ર એન્ડ્રુ જ કહેશે કે કહી શકે? દીવાની ઝલક અને પડદા વચ્ચે ફિલ્મની પટી દેડવા લાગે, ત્યારે ચલચિત્ર થાય.
૨૩
ફિલ્મની પટી અનેક ફાટાની તરંગમાળા જેવી છે. ક્ષણભર જો તે થાણે તેા ચલચિત્ર પણ થાશે, એટલે કે તે ચલચિત્ર જ મટી જાય. થેાભતી ક્ષણે પટીનેા જે ફોટ। દીવા સામે હાય, તે જ પડદા ઉપર સ્થિર એકાગ્રપણે જોવા મળે.
ફિલ્મની ફાટાવલી એક પછી એક ચાલે છે; કેાઈ - સાથે તે જોટા આપણે કદી જ નથી જોતા. પણ એક પછી એક ઊઠતી વૃત્તિ જેવા એ ફાટા, સમગ્રપણે જોનારના ચિત્ત ઉપર એક ચલચિત્રકથાની છાપ ઉત્પન્ન કરે છે.
હવે એક ફોટા અને ખીજો ફાટા એ બે વચ્ચે શું છે તે જોઈએ. એ બે વચ્ચે કેાઈ જ ફેટા તે હાઈ ન શકે; માત્ર મૂળ પ્રકાશભૂમિ, કે જેના ઉપર પેલી ફાટાવલી વિલસતી ચાલે છે, તેજ તે મધ્યકાળે હશે ને? આવી સદ્ધિસ્થિતિ કેઈ ચિત્ર તેા નથી જ બતાવતી; એટલે કે, આપણે કહી શકીએ કે, તે કાળે ચલચિત્ર નિરુદ્ધ થાય છે. અને એવા સતત ચાલતા નિરોધને લઈને જ ચલચિત્ર શકય બને છે; નહિ તે ફિલ્મથી ૬-ચિત્ર નહિ ઊપજી શકે. ફેટાવલીની પટીને દરેક ફોટા ` સામાન્ય છખી જેવા સ્થિર છે; તેમાંથી પ્રકાશ અને ગતિ દ્વારા સિનેમાની સૃષ્ટિ ખડી કરવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142