________________
કોઈ જ નથી. યોગના આરંભકાળથી જ મુમુક્ષુ આત્માઓએ માયાના પરિહાર માટે પ્રયત્નપૂર્વક ધ્યાન આપવું જોઈએ. અન્યથા યોગના આરંભમાં જ યોગાભાસનો આરંભ થશે.
૧૯-૧
ઈચ્છાયોગનું નિરૂપણ કરાય છેचिकीर्षोः श्रुतशास्त्रस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । कालादिविकलो योग, इच्छायोग उदाहृतः ॥१९-२॥
આગમમાં જણાવેલા અર્થને કરવાની ઈચ્છાવાળા જ્ઞાની એવા પણ પ્રમાદીનો કાલાદિથી વિકલ જે યોગ છે તેને ઈચ્છાયોગ કહેવાય છે.” આ પ્રમાણે બીજા લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે શ્રુતશાસ્ત્ર એટલે શ્રુતાગમ; અને શ્રુતાગમનો અર્થ કૃતાર્થ થાય છે. કારણ કે અર્થતે (તે) તમને અર્થદ્ જેના વડે તત્ત્વ અધિગત થાય છે તેને અર્થ કહેવાય છે. આવી વ્યુત્પત્તિથી અર્થ અને આગમ બંને સમાનાર્થક છે. એ મુજબ શ્રુતશાસ્ત્રને અર્વાદ્ આગમમાં જેનું વિધાન કરાયું છે તે ધૃતાર્થને કરવાની ઈચ્છાને ધરનારા એવા જ્ઞાનીઓનો જે કાલાદિથી વિલ યોગ(ધર્મવ્યાપાર) છે, તેને ઈચ્છાયોગ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે આગમમાં વિધાન કરેલા અનુષ્ઠાનને કરવાની ઈચ્છા હોય અને તે અનુષ્ઠાન કઈ રીતે કરવાનું છે, ક્યારે કરવાનું છે અને એ માટે ક્યા દ્રવ્યાદિની અપેક્ષા છે.. વગેરેનું જ્ઞાન હોય તો પણ એવા જ્ઞાનીને વિસ્થા-નિદ્રાદિ