________________
આપવાનો કોઈ અર્થ નથી-એ સમજી શકાય છે. માત્ર ગોત્રથી યોગીઓનું મન મલિન હોવાથી યોગનું ફળ પામવાની શક્યતા જ તેમને નથી.
આવી જ રીતે જેમને સામર્થ્યયોગથી જ કાર્યની (વિવક્ષિત ફળની) સિદ્ધિ થઈ ગઈ છે, એવા નિષ્પન્નયોગીઓને પણ શાસ્ત્રથી યોગનું અધ્યયન કરાવવાનું રહેતું નથી. અસદ્ગાનુષ્ઠાનના પ્રવાહના દર્શનથી જેમને યોગની સિદ્ધિ થઈ છે-એવા સિદ્ધયોગીઓને અહીં નિષ્પન્નયોગીઓ કહેવાય છે. તેમને કાર્ય સિદ્ધ હોવાથી કારણની આવશ્યક્તા નથી. કારણ કે પશ્યકને અર્થાત્ પોતાની મેળે વેદ્ય(જાણવાયોગ્ય)ને જેણે જાણી લીધું છે તેને ઉદ્દેશ નથી અર્થા સ-અસહ્ના કર્તવ્યાકર્તવ્યનો ઉપદેશ અપાતો નથી. આથી એ વાતને જણાવતાં શ્રી આચારાગસૂત્રમાં પણ જણાવ્યું છે કે ડલો પાસાણ નલ્થિ અર્થાત્ સ્વતઃ જે વિદિતવેદ્ય (જાણવાયોગ્ય જેણે જાણી લીધું છે તે) છે, તેને ઉપદેશ નથી. ૧૯-૧૯લા
શાસ્ત્રથી જેને યોગનું અધ્યયન કરાવાય છે, તે જણાવાય છે
कुलप्रवृत्तचक्राणां, शास्त्रात् तत्तदुपक्रिया । योगाचार्यैर्विनिर्दिष्टं, तल्लक्षणमिदं पुनः ॥१९-२०॥
“યોગશાસ્ત્રથી કુલયોગીઓને તેમ જ પ્રવૃત્તચક્ર યોગીઓને તે તે ઉપકાર(યોગની સિદ્િધ સ્વરૂપ ઉપકાર)