________________
કષાયપ્રત્યયિક કર્મબન્ધ થાય છે, ત્યાં તાદૃશ વ્યવહારનયને આશ્રયીને આશ્રવત્વ મનાય છે, અન્યત્ર નહીં.
આ વિષયને વર્ણવતાં યોગબિન્દુમાં ફરમાવ્યું છે કે“બન્ધનું કારણ હોવાથી આશ્રવ બન્ધસ્વરૂપ છે. (કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી-એ અર્થ થાય છે.) જે કારણથી એ બધે સામ્પરાયિક(ષાયપ્રત્યયિક) મુખ્ય-વાસ્તવિક મનાય છે તેથી આશ્રવનો સામ્પરાયિક કર્મબન્ધ સ્વરૂપ અર્થ સંગત છે.” (યો.બિ. ૩૭૬) “આ પ્રમાણે જેમ કષાયવાળા આત્માને સાવયોગ હોય છે, તેમ ચરમશરીરી (તદ્ભવમુક્તિગામી)ને કષાયનો દશમા સૂક્ષ્મસમ્પરાયગુણસ્થાનકના અન્ત વિગમ થવાથી યોગપ્રત્યયિક બે સમયવાળો વેદનીય કર્મનો અલ્પકાલીન આશ્રવ હોવા છતાં અનાશ્રવયોગ મનાય છે.” (યો.બિ. ૩૭૭) “નિશ્ચયથી અર્થા નિશ્ચયોપલક્ષિત(નિશ્ચયપ્રાપક)વ્યવહારથી અહીં યોગના નિરૂપણને વિષે સર્વત્ર વ્યવહારનયને આશ્રયીને અનાશ્રવત્યાદિ શબ્દોનો અર્થ કરવામાં આવ્યો છે. નિશ્ચય અને વ્યવહાર બને નયો અભિપ્રેત અર્થને જણાવનારા છે. નિશ્ચયનયથી અયોગી કેવલીપરમાત્માને અનાશ્રવયોગ હોય છે અને નિશ્ચયના કારણભૂત વ્યવહારનયને આશ્રયીને કષાયરહિત આત્માને અનાશ્રવ યોગ હોય છે.” (યોબિ. ૩૭૮).
યોગબિંદુના ૩૭૮મા શ્લોકમાં નિશ્ચયે અહીં તુતીયા વિભક્તિનો અર્થ ઉપલક્ષણ છે. તેથી “નિશ્ચયેનોપક્ષિતાત્કારવ્યવહાર:'-આ પ્રમાણે અન્વય સમજવો. એનો