________________
‘“પ્રવૃત્તચક્રયોગીઓ તો અહિંસાદિ(પાંચ સ્વરૂપ)યમોના પ્રથમ બે યમોને પામેલા હોય છે અને બુદ્ધિના શુશ્રૂષાદિ આઠ ગુણોથી યુક્ત એવા તે યોગીઓ છેલ્લા બે યમના અત્યન્ત અર્થી હોય છે.'' આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહિંસા, સત્ય, અસ્તેય(અચૌર્ય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ પાંચ ચમ છે. તેના દરેકના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિને આશ્રયીને ચાર ચાર પ્રકાર છે. અર્થાર્ ઈચ્છાદિ ચારને આશ્રયીને યમ ચાર પ્રકારનો છે અને તેના દરેકના અહિંસાદિ પાંચ પ્રકાર છે.
પ્રવૃત્તચયોગીઓને યમના ચાર પ્રકારમાંથી ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમ : આ શરૂઆતના બે પ્રકારના યમની પ્રાપ્તિ થયેલી હોય છે તેમ જ છેલ્લા બે પ્રકારના અર્થાત્ સ્વૈર્યયમ અને સિદ્ધિયમ સ્વરૂપ યમના તેઓ અત્યન્ત અર્થી હોય છે. તેમની ક્રુપાયમાં કરાતી યમની(યમના સાધનના વિષયમાં કરાતી યમની) પ્રવૃત્તિના કારણે તેમને છેલ્લા બે યમની અત્યન્ત ઈચ્છા છે-એ સમજાય છે. એ છેલ્લા બે યમને પ્રાપ્ત કરવાની ઈચ્છાને સફળ બનાવવા માટે આ યોગીજનો બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત હોય છે.
શુશ્રૂષા(સાંભળવાની તીવ્ર ઈચ્છા), શ્રવણ(યાદ રાખી શકાય તે રીતે ઉપયોગપૂર્વક સાંભળવું), સાંભળીને તેનો અર્થ સમજવા માટે પ્રયત્ન કરવા સ્વરૂપ ગ્રહણ, ગ્રહણ કરેલા અર્થને ધારી રાખવા સ્વરૂપ ધારણા(ધારણ), વિશિષ્ટ બોધ
મામા (૬)rrrrrr