________________
સાનિધ્યને લઈને બીજાને વૈરત્યાગ વગેરેની પ્રાપ્તિ થાય છે, તે યોગસ્વરૂપ યમની સિદ્ધિને સિદ્િધયમ કહેવાય છે.
જેમનો અન્તરાત્મા(મન) કર્મમલના ક્ષયથી નિર્મળ છે. તે શુધમનવાળા યોગીજનોના અચિન્યવીયલ્લાસસ્વરૂપ સામર્થ્યથી બીજાને પણ પોતાની સિદ્ધિ જેવી સિદ્ધિને પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ સ્વરૂપ ચોથા યમની પ્રાપ્તિ થાય છે. કોઈ સંયોગોમાં તેવા પ્રકારની અન્ય કારણસામગ્રીનો અભાવ હોય તો યોગીઓની સિધિથી બીજાને તેવી સિદ્ધિ ન પણ મળે એ બનવાજોગ છે. એટલામાત્રથી યોગીજનને સિદ્ધિ મળી નથી-એમ માનવાની ભૂલ કરવી ના જોઈએ. કારણ કે આવા પ્રસન્ને યોગીજનોની સિદ્ધિમાં પરાર્થસાધકત્વ સ્વરૂપ યોગ્યતારૂપે છે જ. ઈત્યાદિ સ્પષ્ટ છે.
I૧૯-૨૮
ચાર પ્રકારના ઈચ્છાદિયમોનું નિરૂપણ કરીને હવે અવખ્યક ત્રણ યોગોનું સ્વરૂપ જણાવતાં પ્રથમ અવચ્ચક યોગનું સ્વરૂપ વર્ણવાય છે
सद्भिः कल्याणसम्पन्नै दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावञ्चक उच्यते ॥१९-२९॥
દર્શનથી પણ પવિત્ર કરનારા એવા ઉત્તમ વિશિષ્ટ પુષ્યવાળા યોગીઓની સાથે તેવા પ્રકારે દર્શનને આશ્રયીને જે સમ્બન્ધ છે તેને આદ્યાવચ્ચક(યોગાવચ્ચક)યોગ કહેવાય છે.”-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું