________________
ચિન્તાથી રહિત જે શ્રમનું પાલન છે તેને ત્રીજો સ્થિરયમ કહેવાય છે.''–આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પ્રવૃત્તિયમ અને સ્થિરયમ બન્નેમાં યમનું પાલન તો હોય છે. પરન્તુ ચારિત્રમોહનીયાદિ કર્મના વિશિષ્ટ ક્ષયોપશમાદિના કારણે મહાવ્રતોના પાલનમાં કોઈ પણ અતિચાર લાગવાનો સંભવ રહેતો ન હોવાથી જ્યારે તે તે અતિચારોના અભાવનો નિશ્ચય થાય છે, ત્યારે તે યમના પાલનને સ્થિરયમ કહેવાય છે.
ન
ક્ષયોપશમના ઉત્કર્ષથી મહાવ્રતોના પાલનમાં અતિચાર - અનાચાર વગેરેનો ભય ન હોવાથી અતિચારાદિની ચિંતાથી રહિત એવી યમની સેવા સ્થિરયમમાં હોય છે. પ્રવૃત્તિયમમાં એવો ક્ષયોપશમનો ઉત્કર્ષ ન હોવાથી અતિચારાદિનો ભય હોવાથી અતિચારાદિની ચિન્તા હોય છે. તેથી ત્યાં યમોનુંમહાવ્રતોનું પાલન અતિચારાદિની ચિન્તાથી રહિત હોતું નથી...ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૯-૨૭ણા
સિદ્ધિયમનું સ્વરૂપ વર્ણવાય છે—
परार्थसाधिका त्वेषा, सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन, चतुर्थो यम उच्यते ।। १७-२८ ।। “શુદ્ધમનવાળા આત્માની અચિત્ત્વ શક્તિના યોગે બીજાના પ્રયોજન(કાર્ય)ને સાધી આપનારી સિદ્ધિને ચતુર્થયમ-સિદ્ધિયમ કહેવાય છે.’’–આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે જે યોગના યોગીના
મળવા ગયા ૪૨ વન