Book Title: Yog Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ છીએ. ૧૯-૩૧ - " પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છેइत्थं योगविवेकस्य, विज्ञानाधीनकल्मषः । यतमानो यथाशक्ति, परमानन्दमश्नुते ॥१९-३२॥ “આ રીતે યોગવિવેકના વિશિષ્ટજ્ઞાનથી જેનાં પાપ ક્ષીણ થયાં છે તે પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના યોગની આરાધનામાં પ્રયત્ન કરનાર આત્માને પરમાનન્દસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.”-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ અનેક રીતે યોગના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવવા માટે આ બત્રીશીમાં એ રીતે જે યોગવિવેકનું નિરૂપણ કરાયું છે. એ યોગવિવેકના જ્ઞાનથી આત્માનાં પાપો ક્ષીણ થાય છે. આવી હીનકલ્મષ અવસ્થામાં પોતાની શક્તિ અનુસાર અર્થાત્ પોતાની શક્તિને ગોપવ્યા વિના જ યોગની સાધનામાં પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ જ આત્મા પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. શ્લોકમાં યતિમાનો યથાશશિ - આ ત્રીજું પદ છે. જે મુમુક્ષુજનોએ નિરન્તર યાદ કરવું જોઈએ. યોગની સાધનામાં યથાશક્તિ પ્રયત્ન હોય તો મોક્ષની પ્રાપ્તિમાં કોઈ અવરોધ નથી. અર્થ અને કામની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન થાય છે તેનો જેને ખ્યાલ છે, એવા આત્માઓને યથાશક્તિ યત્નનો અર્થ સમજાવવાની આવશ્યક્તા નથી. આપણી પાસે જેટલી શક્તિ છે એટલી બધી જ શક્તિનો ઉપયોગ કરી યોગની સાધનામાં પ્રયત્ન કરવા સ્વરૂપ જ અહીં યથાશક્તિ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58